અમદાવાદઃ આઈસીસી ક્રિકેટ વિશ્વકપ-2023ના ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થવાની છે. આ મે સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં 19 નવેમ્બરે રમાશે. ભારતીય ટીમે પ્રથમ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 70 રને પરાજય આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાએ કોલકત્તામાં રમાયેલી બીજી સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકાને 3 વિકેટે હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી છે. હવે ફાઈનલ મેચ જોવા માંગતા દર્શકો માટે સારા સમાચાર આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાઈનલની ટિકિટ ખરીદવાની છેલ્લી તક
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે રમાનારી ફાઈનલ માટે આજે મોડી રાતથી ટિકિટનું વેચાણ શરૂ થશે. આ ટિકિટ ઓનલાઈન બુક કરાવવાની રહેશે. વિશ્વકપ ફાનલની ટિકિટ આઈસીસીની સત્તાવાર ટિકિટિંગ વેબસાઈટ કે BookMyShow.com પર લોગ ઈન કરી તમારી ટિકિટ ખરીદી શકો છો. BookMyShow.com વિશ્વકપ 2023 માટે આઈસીસીનું સત્તાવાર બુકિંગ પાર્ટનર છે. 


આ પણ વાંચોઃ 20 વર્ષ બાદ વિશ્વકપ ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટક્કર, 19 નવેમ્બરે મહામુકાબલો


શું હશે ટિકિટનો ભાવ
મળતી માહિતી પ્રમાણે ક્રિકેટ ફેન્સ આજે મોડી રાત્રે અને આવતીકાલે સવારે સત્તાવાર ટિકિટની વેબસાઈટ પરથી ટિકિટ બુક કરાવી શકશે. પ્રાપ્ત વિગત પ્રમાણે ટિકિટની કિંમત 2 હજાર રૂપિયાથી શરૂ થશે. ત્યારબાદ 3500, 6000, 10,000, 25000 અને 75000 રૂપિયાની ટિકિટ ઉપલબ્ધ થશે. આ સિવાય કોર્પોરેટ બોક્સની ટિકિટનો ભાવ 1 લાખ રૂપિયા રાખવામાં આવ્યો છે. 


BookMyShow.com અનુસાર કોઈ વ્યક્તિ એક સાથે બે ટિકિટ ખરીદી શકે છે. જો ટિકિટની હોમ ડિલિવરી જોઈએ તો બુકિંગ સમયે હોમ ડિલિવરીનો વિકલ્પ પસંદ કરવામાં આવશે. આ સિવાય ફેન્સ ઓનલાઈન ટિકિટ બુક કરાવી નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહારથી ફિઝિકલ ટિકિટ હાસિલ કરી શકે છે. 


આ પણ વાંચોઃ Photos: હોટલમાં ભારતીય ટીમનું ભવ્ય સ્વાગત, વિરાટ કોહલી અને શમીના રૂમમાં ખાસ સુવિધા


આ વેબસાઇટ પરથી મળી જશે ટિકિટ
રજીસ્ટ્રેશન લિંકઃ https://tickets.cricketworldcup.com/explore/c/icc-cricket-world-cup


આઈસીસીની ટિકિટ માટેની સત્તાવાર વેબસાઈટ
https://tickets.cricketworldcup.com/explore/c/icc-cricket-world-cup


Bookmyshow ટિકિટ લિંક
https://in.bookmyshow.com/ahmedabad/sports/winner-of-semi-final-1-vs-winner-of-semi-final


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube