નવી દિલ્હીઃ ICC Cricket World Cup 2019 : વિશ્વકપના ત્રીજા મુકાબલામાં શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડની મેચ અનોખો રેકોર્ડ રાખનારા બોલથી રમાઇ  રહ્યો છે. મેચ શરૂ થતાં પહેલા આ બોલ પાંચ હજારથી વધુ ફીલ્ડરોના હાથમાંથી પસાર થઈ આવ્યો છે. આ બોલને આશરે બે હજાર લોકોએ કેચ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા વિશ્વકપનો ત્રીજો મુકાબલો રમાઇ રહ્યો છે. આજે એટલે કે 1 જૂને કાર્ડિફ ગ્રાઉન્ડ પર શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલા મેચમાં અનોખો રેકોર્ડ રાખનારા બોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હકીકતમાં મેચ શરૂ થતાં પહેલા બોલને કાર્ડિફ શહેરમાં લોકોના માધ્યમથી ફેરવવામાં આવ્યો હતો. આ દરમિયાન બોલ અલગ-અલગ લોકોના હાથમાં ગયા બાદ પિચ પર પહોંચ્યો હતો. 


બોલની યાત્રી ટ્રેનથી શરૂ થાય છે. કાર્ડિફ શહેરમાં પહોંચવા પર ટ્રેનનો ડ્રાઇવર કાર્ડિફ મેદાનમાં ફીલ્ડિંગ માટે ઉભેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનના હાથમાં પહોંચે છે અને મેચ શરૂ થાય છે. આ દરમિયાન બોલ 542 ફીલ્ડરોના હાથમાંથી પસાર થાય છે. બોલની યાત્રામાં તેને 1835 વખત કેચ કરવામાં આવે છે. અંતમાં આ બોલ 8851 મીટરની યાત્રા કર્યા બાદ કાર્ડિફના મેદાન પર પહોંચ્યો છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર