કાર્ડિફઃ World Cup 2019ના પોતાના પ્રથમ મેચમાં શ્રીલંકા ટીમની બેટિંગ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ખરાબ રહી અને ટીમ માત્ર 136 રન બનાવી ઓલઆુટ થઈ ગઈ હતી. આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરૂણારત્નેએ સારી બેટિંગ કરી અને અંત સુધી અણનમ રહ્યો હતો. કરૂણારત્નેએ એક તરફ વિકેટ ટકાવી રાખી અને બીજીતરફ એક બાદ એક બેટ્સમેન આઉટ થઈને પેવેલિયન પરત ફરી રહ્યાં હતા. દિમુથે પોતાની ઈનિંગની મદદથી એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિમુથે વિશ્વકપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ 
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શ્રીલંકાનો કેપ્ટન દિમુથ કરૂણારત્ને પોતાની ટીમ માટે ઈનિંગની શરૂઆત કરવા આવ્યો અને 52 રન બનાવી અંત સુધી અણનમ રહ્યો હતો. દિમુથે પોતાની ટીમ માટે કેપ્ટનશિપ ઈનિંગ રમી અને તેની મદદથી ટીમ 136 રન સુધી પહોંચવામાં સફળ રહી હતી. તેણે 84 બોલનો સામનો કરતા ચાર બાઉન્ડ્રી ફટકારી હતી. આ ઈનિંગ બાદ દિમુથ કરૂણારત્ને વિશ્વકપ ઈતિહાસમાં બીજો એવો બેટ્સમેન છે જેણે ઈનિંગની શરૂઆત કરી અને અંત સુધી અણનમ રહીને પેવેલિયન પરત ફર્યો હતો. એટલે કે દિમુથ વનડે વિશ્વકપના ઈતિહાસમાં કેરિંગ ધ બેટ કરનારો બીજો બેટ્સમેન બન્યો. દિમુથ પહેલા આ કમાલ વિશ્વકપમાં 20 વર્ષ પહેલા રેડલી જૈક્બ્સે કરી હતી. વર્ષ 1999 વિશ્વકપ દરમિયાન માનચેસ્ટરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જૈકબ્સે આ કમાલ પ્રથમ વખત કરી અને 49 રન બનાવીને અણનમ રહ્યો હતો. હવે દિમુથે કમાલ કર્યો અને જૈકબ્સનો રેકોર્ડ રનના મામલામાં તોડી દીધો છે. હવે વિશ્વકપમાં કેરિંગ ધ બેટના મામલામાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન દિમુથ બની ગયો છે. 


વર્લ્ડ કપ 2019 NZvsSL: શ્રીલંકાને 10 વિકેટે હરાવી ન્યૂઝીલેન્ડે ટૂર્નામેન્ટમાં કરી ધમાકેદાર શરૂઆત 

Carrying the Bat' in a World Cup ODI:


-Ridley Jacobs 49* vs Aus, Manchester, 1999


-Dimuth Karunaratne 52* vs NZ, Cardiff, 2019

શ્રીલંકાનો 10 વિકેટે પરાજય
ન્યૂઝીલેન્ડે શાનદાર પ્રદર્શન કરતા ટૂર્નામેન્ટમાં વિજય સાથે પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો છે. બોલરોના શાનદાર પ્રદર્શન બાદ માર્ટિન ગુપ્ટિલ (73*) અને કોલિન મુનરો (58*)ની અણનમ અડધી સદીની મદદથી શ્રીલંકાએ આપેલા 137 રનના લક્ષ્યને વિના વિકેટે હાસિલ કરી 10 વિકેટે વિજય મેળવ્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ 29.2 ઓવરમાં માત્ર 136 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે બંન્ને ઓપનરોની અડધી સદીની મદદથી માત્ર 16.1 ઓવરમાં આ લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.