નવી દિલ્લીઃ ક્રિકેટના ઈતિહાસની સૌથી મોટી લડાઈ આગામી દિવસોમાં યોજાવાની છે. આ લડાઈ છે ટેસ્ટમાં બેસ્ટની. કોણ છે ટેસ્ટમાં વિશ્વ વિજેતા તેના માટે થશે કાંટાની ટક્કર. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો સામ-સામે ટકરાશે. પણ જો World Test Championship ની Final ટાઈ કે ડ્રો થાય તો? આવું થશે તો કોને મળશે ખિતાબ? આ સવાલ હાલ દરેકને સતાવી રહ્યો છે. તેના માટેનું આયોજન પણ જાણવા જેવું છે.


Sri Lanka પ્રવાસમાં ડેબ્યુ કરી શકે છે આ પાંચ સિતારા, IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં મચાવી ચૂક્યા છે ધૂમ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે જૂન મહિનામાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલ મેચ રમાનારી છે. જે મેચ 18 જૂન થી શરુ થશે, ઇંગ્લેંડના સાઉથ્પટન શહેરમાં રમાનારી છે. આઇસીસી ટેસ્ટ રેન્કીંગ માં ભારત ટોપ પર અને ન્યુઝીલેન્ડ બીજા સ્થાન પર છે. બે વર્ષ દરમ્યાન છ સિરીઝમાં ભારતે 12 ટેસ્ટ મેચ જીતી છે. ચાર હારી છે અને એક મેચ ડ્રો થઇ છે. ICC એ ટેસ્ટ ક્રિકેટને વધુ રોમાંચક બનાવવા માટે પ્રયાસ કરી ચેમ્પિયનશીપની શરુઆત કરી હતી. કોરોના કાળમાં સમસ્યા વચ્ચે હવે ચેમ્પિયનશીપ ફાઇનલ સુધી પહોંચવા પર છે. જોકે હવે સવાલ પણ એ વાતનો છે કે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ ડ્રો કે ટાઇ થઇ તો શુ થશે ? આઇસીસી એ આ અંગે અત્યાર સુધીમાં કોઇ જ ફોર્મ્યુલા નથી દર્શાવી. જેનો મતલબ એ છે કે, મેચ જો ડ્રો કે ટાઇમાં પહોંચશે તો બંને ટીમો જોઇન્ટ ચેમ્પિયન બની શકે છે.


આ 5 ભારતીય ખેલાડીઓ પર લટકતી તલવાર, ઇંગ્લેન્ડ ટુરમાં ન રમ્યા તો ટેસ્ટ કરિયર ખતમ!


ICC એ કરેલી છે રિઝર્વ ડે ની જાહેરાતઃ
આઇસીસી એ મેચને લઇને એક રિઝર્વ ડે ની ઘોષણા કરી છે. જે રિઝર્વ ડે એવા સમયે ઉપયોગમાં લેવાશે, જ્યારે રમત ખરાબ થઇ હોય. જેમ કે વરસાદ અને ખરાબ પ્રકાશ જેવી સ્થીતીમાં. એક ટેસ્ટ મેચને રમવા માટે નો મૂળ સમય 30 કલાક હોય છે. એક દિવસમાં છ કલાક, જેમાં લંચ, ટી અને ડ્રીંક્સ સમયને ગણવામાં આવતો નથી હોતો.


PHOTOS: દુનિયાની સૌથી સુંદર અને સેક્સી એથલીટ Alica Schmidt, તસવીરો ઈંટરનેટ પર મચાવી રહી છે ધૂમ


આ રીતે રિઝર્વ ડે નો કરાશે ઉપયોગઃ
રિઝર્વ ડે નો ઉપયોગ પરિણામ માટે નહી કરવામાં આવે, તેનો ઉપયોગ ઓવરોના નુકશાનને પુર્ણ કરવા માટે કરવામાં આવી શકે છે. એટલે કે એ વાત સ્પષ્ટ છે કે, જો ખરાબ વાતાવરણ કે પ્રકાશને લઇને ઓવરોને અસર પહોંચી હોય. તો એવા સમયે જેટલી ઓવરનુ નુકશાન થઇ રહ્યુ હોય એટલી ઓવર અંતિમ દિવસ સુધી ના રમી શકાય, તેટલી ઓવર રમાડવામાં આવશે.


Maldives માં મજા માણતી દેખાઈ Bollywood ની Bikini Beauties, આ રૂપસુંદરીઓના સેક્સી Photos જોશો તો બધું જ ભૂલી જશો


શું ફરી થઈ શકે છે વિવાદ?
ટેસ્ટ ચેમ્પિયનશીપ દુનિયામાં ટેસ્ટ ક્રિકેટમાં બેસ્ટ કોણ છે તે નક્કી કરવા માટે જ રમાઈ રહી છે. જેને લઇને એમ લાગી રહ્યુ છે કે, જો કોઇ ટીમ જીત નથી મેળવી શકતી અને મેચ ડ્રો રહી જાય તો ફેન્સ નિરાશ થઇ શકે છે. કારણ કે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપનો કોઇ મતલબ જ નહી રહે. 


ઈતિહાસના પન્નાઓમાં અંકિત છે આ સૌથી મોટો વિવાદઃ
વિશ્વ કપ 2019માં પણ જ્યારે ઇંગ્લેંડની ટીમને સુપર ઓવર ટાઇ રહેવાને લઇને વધારે બાઉન્ડરી ના આધારે ચેમ્પિયન જાહેર કરવામાં આવી હતી. ત્યારે ખૂબ જ વિવાદ વકર્યો હતો. જેને લઇને આખરે નિર્ણય આવ્યો હતો કે, સુપર ઓવર ટાઇ રહેવા પર જ્યાં સુધી મેચનુ પરિણામ ના આવે ત્યા સુધી સુપર ઓવર રમાતી રહેશે.


Photos: ભારતના તે 5 શહેર, જેમના નામ રાક્ષસોના નામ પરથી રાખવામાં આવ્યા છે, જાણો રોચક ઈતિહાસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube