Sri Lanka પ્રવાસમાં ડેબ્યુ કરી શકે છે આ પાંચ સિતારા, IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં મચાવી ચૂક્યા છે ધૂમ

ભારતીય ટીમ જુલાઈમાં નાના ફોર્મેટની સિરીઝ માટે શ્રીલંકા પ્રવાસે જશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે ત્રણ વન-ડે મેચ અને ત્રણ ટી-20 મેચની સિરીઝ રમી શકે છે.

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતીય ટીમ જુલાઈમાં નાના ફોર્મેટની સિરીઝ માટે શ્રીલંકા પ્રવાસે જશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે ત્રણ વન-ડે મેચ અને ત્રણ ટી-20 મેચની સિરીઝ રમી શકે છે. ભારતીય ટીમ જુલાઈમાં નાના ફોર્મેટની સિરીઝ માટે શ્રીલંકા પ્રવાસે જશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે ત્રણ વન-ડે મેચ અને ત્રણ ટી-20 મેચની સિરીઝ રમી શકે છે. ભારતીય ટીમે છેલ્લે 2018માં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. જ્યારે ટીમે ત્રિકોણીય ટી-20 નિધાસ ટ્રોફીની ફાઈનલમાં બાંગ્લાદેશને પરાજય આપીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું.

 

1. જુલાઈમાં નાના ફોર્મેટની સિરીઝ માટે શ્રીલંકા જશે ટીમ ઈન્ડિયા

2. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 વન-ડે અને 3 ટી-20 મેચ રમાશે

3. શ્રીલંકા પ્રવાસમાં ડેબ્યુ કરી શકે છે પાંચ સિતારા

સ્ટાર ખેલાડીઓ વિના રમશે ટીમ ઈન્ડિયા:
વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ જેવા અનેક મહત્વપૂર્ણ ખેલાડી આ વખતે શ્રીલંકાના પ્રવાસમાં નહીં હોય. કેમ કે તે સમયે આ બધા ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની તૈયારીમાં વ્યસ્ત હશે. એવામાં ટીમ ઈન્ડિયાની પાસે નવા નામ જાહેર કરવાની સારી તક છે. અનેક યુવા સિતારાઓએ IPL અને ડોમેસ્ટિક સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમાંથી કેટલાંક સિતારા શ્રીલંકા પ્રવાસમાં પહેલી વાર ભૂરી જર્સીમાં જોવા મળી શકે છે. કયા 5 ખેલાડીઓ કરી શકે છે ઈન્ટરનેશનલ ડેબ્યુ તેના પર કરીએ એક નજરઃ


 

વરુણ ચક્રવર્તી:

1/5
image

મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ છેલ્લા બે વર્ષમાં IPLમાં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. ચક્રવર્તી IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે મહત્વપૂર્ણ બોલર બની ગયો છે. IPL 2021માં ચક્રવર્તીએ 7 મેચમાં 7 વિકેટ ઝડપી. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ માત્ર 7.82નો રહ્યો. ગયા વર્ષે IPLમાં તેણે 13 મેચમાં 17 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેને ટી-20માં જગ્યા મળી હતી. પરંતુ ખભાની ઈજાના કારણે તે બહાર થઈ ગયો હતો. પછી ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટી-20માં તેને સ્થાન આપવામાં આવ્યું. પરંતુ તે આ ફિટનેસ ટેસ્ટમાં ફેલ થઈ ગયો હતો.

રવિ બિશ્નોઈ:

2/5
image

20 વર્ષના આ યુવા લેગ સ્પિનરે બધાને પ્રભાવિત કર્યા છે. અંડર-19 વર્લ્ડકપ 2020માં બિશ્નોઈએ સૌથી વધારે 17 વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઈને IPL 2020ની હરાજીમાં પંજાબે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. IPL 2020માં પંજાબની આશા પર ખરા ઉતરતાં તેણે 14 મેચમાં 12 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ 7.37નો રહ્યો. IPL 2021માં બિશ્નોઈએ 6.18ની ઈકોનોમી રેટથી 4 મેચમાં 4 વિકેટ ઝડપી. શ્રીલંકા પ્રવાસમાં આ યુવા સ્પિનરને ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે.

રાહુલ તેવટિયા:

3/5
image

 

રાહુલ તેવટિયા ગયા વર્ષે IPLમાં ચર્ચામાં આવ્યો. તેવટિયાએ કિંગ્સ ઈલેવન પંજાબના બોલર શેલ્ડન કોટ્રેલની એક ઓવરમાં 5 સિક્સ ફટકારી હતી. જેના કારણે રાજસ્થાન રોયલ્સે 224 રનનો લક્ષ્ય હાંસલ કર્યો હતો. તેવટિયા એક આક્રમક બેટ્સમેનની સાથે એક ઉપયોગી સ્પિન બોલર પણ છે. સારા પ્રદર્શનના કારણે તેને આ વર્ષે માર્ચમાં ઈંગ્લેન્ડની સામે ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો. પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી શકી નહીં.

દેવદત્ત પડિક્કલ:

4/5
image

IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર આ ખેલાડીનું ડેબ્યુ નક્કી માનવામાં આવી રહ્યું છે. પડિક્કલને શ્રીલંકા પ્રવાસમાં ઓપનર તરીકે રમાડવામાં આવી શકે છે. IPL 2020માં તે પોતાની ટીમ RCB માટે સૌથી વધારે રન બનાવનાર ખેલાડી હતો. 15 મેચમાં 473 રન બનાવીને તેણે ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનું ટાઈટલ જીત્યું હતુ. તેના પછી તેણે વિજય હજારે ટ્રોફી 2021માં તેની બેટિંગથી બધા પ્રભાવિત થયા. તેણે 7 મેચમાં 147.4ની એવરેજથી 737 રન બનાવ્યા. જેમાં 4 સદી અને 3 અર્ધસદી હતી. તે પૃથ્વી શૉ પછી સૌથી વધારે રન બનાવનાર ખેલાડી રહ્યો. IPL 2021માં તેણે રાજસ્થાન રોયલ્સ સામે પોતાની પહેલી IPL સદી ફટકારી.

હર્ષલ પટેલ:

5/5
image

હર્ષલ પટેલે IPL 2021માં શાનદાર પ્રદર્શન કર્યું. હર્ષલના આવ્યા પછી રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોરની બોલિંગમાં સુધારો જોવા મળ્યો. RCB માટે પોતાની પહેલી મેચમાં હર્ષલે શાનદાર પ્રદર્શન કર્યું. મુંબઈ ઈન્ડિયન્સની સામે મેચમાં તેણે 27 રન આપીને 5 વિકેટ ઝડપી. IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે પાંચ વિકેટ લેનાર તે પહેલો બોલ બની ગયો. IPL સ્થગિત થતાં સમયે હર્ષલ પટેલ 7 મેચમાં 17 વિકેટ સાથે સૌથી વધારે વિકેટ લેનારી દોડમાં ટોપ પર હતો. જમણા હાથનો આ ઝડપી બોલર શ્રીલંકા સામે ડેબ્યુ કરી શકે છે.