Asia Cup 2022: ટીમ ઈન્ડિયાના બેટ્સમેન સૂર્યકુમાર યાદવે હોંગકોંગ સામેની બુધવારના એશિયા કપ 2022ની મેચમાં જબરદસ્ત બેટિંગ જોઈને આખી દુનિયા ધ્રૂજી ગઈ હશે. સૂર્યકુમાર યાદવે પોતાનિ કિલર બેટિંગથી હોંગકોંગના બોલરોને ધોઈ નાખ્યા હતા. સૂર્યકુમાર યાદવે 26 બોલમાં 68 રનની ઇનિંગ રમી હતી. સૂર્યકુમાર યાદવની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ છે. બેટિંગ દરમિયાન સૂર્યકુમાર યાદવનો સ્ટ્રાઈક રેટ 261.54 રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂર્યકુમારની ઇનિંગ જોઈ ધ્રૂજી ગઈ દુનિયા!
ભારતે આ મેચમાં પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા હતા અને હોંગકોંગને જીતવા માટે 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વિરાટ કોહલીએ અણનમ 59 અને સૂર્યકુમાર યાદવે અણનમ 68 રન બનાવ્યા હતા.


આ પણ વાંચો:- દિશા અને ટાઈગરના બ્રેકઅપનો ખુલ્યો ભેદ, જાણો કેમ બંને વચ્ચે આવ્યો રિલેશનશીપનો અંત


જબરદસ્ત બેટિંગથી બોલરોને ધોઈ નાખ્યા
વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે ત્રીજી વિકેટ માટે અણનમ 98 રનની ભાગીદારી કરી હતી. આ સિવાય કેએલ રાહુલે 36 અને કેપ્ટન રોહિત શર્માએ 21 રનનું યોગદાન આપ્યું હતું. હોંગકોંગના આયુષ શુક્લા અને મોહમ્મદ ગઝનફરે એક-એક વિકેટ લીધી હતી.


આ પણ વાંચો:- Weight Loss Tips: શું વજન વધવાથી પરેશાન છો? દરરોજ માત્ર આટલું કરો પછી જુઓ બોડી


ટીમ ઇન્ડિયાને મળ્યો દુનિયાનો સૌથી ખતરનાક T20 ખેલાડી
ટીમ ઈન્ડિયા મિશન T20 વર્લ્ડ કપ 2022 ની તૈયારીઓમાં વ્યસ્ત છે. હવે ટીમ ઈન્ડિયાના નંબર 4 બેટ્સમેનનું ટેન્શન દૂર થતું જોવા મળી રહ્યું છે, કારણ કે સૂર્યકુમાર યાદવના રૂપમાં તેને એક નવો નંબર 4 બેટ્સમેન પણ મળી ગયો છે. તોફાની બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હવે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો ફેવરિટ બની ગયો છે. સૂર્યકુમાર યાદવ T20 વર્લ્ડ કપ 2022 માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૂર્યકુમાર યાદવ ટોપ ઓર્ડરમાં બેટિંગ કરતા જોવા મળશે. ભારત આ વર્ષે ઓક્ટોબરમાં T20 વર્લ્ડ કપ 2022 રમશે.


આ પણ વાંચો:- Paytm ના CEO વિજય શેખર શર્માને મળ્યો બમ્પર પગાર? અબજો રૂપિયાના નુકસાનમાં કંપની


બેટિંગનો કોઈ મુકાબલો જ નથી
સૂર્યકુમાર યાદવની બેટિંગનો કોઈ મુકાબલો જ નથી. સૂર્યકુમાર યાદવ જે રીતે શોર રમતો હતો, તે એબી ડીવિલિયર્સ તેના સમયમાં કરતો હતો. સૂર્યકુમાર યાદવ જેવો ખેલાડી મળવો ઘણો મુશ્કેલ છે. સૂર્યકુમાર યાદવ જેવો પ્રતિભાશાળી બેટ્સમેન મેદાનની ચારે બાજુ અનેક શોટ રમવાની અને રન બનાવવાની કળા જાણે છે. સૂર્યકુમાર યાદવને 360 ડિગ્રી પ્લેયર કહેવામાં આવે છે. સૂર્યકુમાર યાદવમાં ઇનિંગ્સને સંભાળવાની સાથે સાથે મેચ સમાપ્ત કરવાની બેવડી ક્ષમતા છે. સૂર્યકુમાર યાદવને ભારતના એબી ડી વિલિયર્સ કહેવામાં આવે છે. સૂર્યકુમાર યાદવ જેવો પ્રતિભાશાળી બેટ્સમેન પણ ભાગીદારીમાં મદદ કરી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube