વર્લ્ડ યુથ ચેસ ચેમ્પિયનશીપ: 14 વર્ષના પ્રજ્ઞાનંદાએ ગોલ્ડ જીત્યો, ભારતના કુલ 7 મેડલ
14 વર્ષના આર.પ્રજ્ઞાનંદાએ શનિવારે વર્લ્ડ યુથ ચેમ્પિયનશીપમાં અંડર 18 ઓપન કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
મુંબઈ: 14 વર્ષના આર.પ્રજ્ઞાનંદાએ શનિવારે વર્લ્ડ યુથ ચેમ્પિયનશીપમાં અંડર 18 ઓપન કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ચેન્નાઈના 14 વર્ષના આ ગ્રાન્ડમાસ્ટરે 11માં અને છેલ્લા રાઉન્ડમાં જર્મનીના વાલન્ટિન બકલ્સને ડ્રો ખેંચ્યો જેના કારણે 9 અંક લઈને તે ટોચ પર રહ્યો. ભારતે આ ગોલ્ડ ઉપરાંત અન્ય 6 મેડલ મેળવ્યાં જેમાં 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સામેલ છે.
ચેમ્પિયનશીપ ભારત માટે ખુબ સારી રહી. ભારતીય ખેલાડીઓએ કુલ 7 મેડલ મેળવ્યાં. ઉલ્લેખનીય છે કે ભારતના આર પ્રજ્ઞાનંદા દેશના સૌથી યુવા અને વિશ્વના બીજા સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર છે. પ્રાગનાનંદા 12 વર્ષ, 10 મહિના અને 13 દિવસની ઉમરમાં જ ગ્રાન્ડ માસ્ટર બન્યો હતો. તેણે ઈટલીમાં ગ્રેનડાઈન ઓપનના અંતિમ રાઉન્ડમાં પહોંચીને આ ઉપબલ્ધિ મેળવી હતી.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે ઉક્રેનના સર્ગેઈ કાર્ઝાકિન અત્યારે સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર છે. તેણે 2002માં 12 વર્ષ સાત મહિનામાં આ ઉપલબ્ધિ મેળવી હતી.