મુંબઈઃ 20 વર્ષની કાશ્વી ગૌતમ માટે શનિવારનો દિવસ હંમેશા માટે યાગદાર બની ગયો છે. આ યુવા ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરને મહિલા પ્રીમિયર લીગના ઓક્શનમાં રેકોર્ડ બે કરોડ રૂપિયાની કિંમતમાં ખરીદવામાં આવી છે. કાશ્વી સૌથી મોંઘી અનકેપ્ડ પ્લેયર બની ગઈ છે. તેણે ભારતની વૃંદા દિનેશને પાછળ છોડી જેને ઓક્શનમાં 1.20 કરોડમાં ખરીદવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત જાયન્ટ્સે કાશ્વી પર લગાવ્યો દાવ
કાશ્વી ગૌતમની બેઝ પ્રાઇઝ 10 લાખ રૂપિયા હતી. ગુજરાત જાયન્ટ્સ અને યુવી વોરિયર્સ વચ્ચે આ ખેલાડીને ખરીદવા માટે બોલી લાગી હતી. આ કારણ હતી કે ગણતરીની મિનિટમાં કાશ્વીની કિંમત 10 લાખથી બે કરોડ પર પહોંચી ગઈ હતી. અંતમાં ગુજરાત જાયન્ટ્સે બે કરોડ રૂપિયા આપીને આ યુવા ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કરી છે. 


આ પણ વાંચોઃ IPL: ધોનીએ આ ખેલાડી સામે મૂકી હતી શરત! 20 કિલો વજન ઓછું કરો તો ટીમમાં લઈશ


2020માં કર્યો હતો કમાલ
કાશ્વી વર્ષ 2020માં ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે અન્ડર 19 વનડે ટ્રોફીમાં પોતાની બોલિંગથી ધૂમ મચાવી હતી. ચંડીગઢની કમાન સંભાળતા કાશ્વીએ અરૂણાચલ પ્રદેશની ટીમની તમામ 10 વિકેટ ઝડપી હતી. તેમાં એક હેટ્રિક પણ હતી. તેણે બેટથી પણ યોગદાન આપ્યું અને 49 રન ફટકાર્યા હતા. 


ભારતને બનાવી ચૂકી છે એશિયન ચેમ્પિયન
કાશ્વી એસીસી ઈમર્જિંગ એશિયા કપ જીતનારી ભારતીય મહિલા ટીમનો ભાગ રહી ચૂકી છે. તેણે હાલમાં બીસીસીઆઈ સીનિયર મહિલા ઈન્ટર ઝોનલ ટી20 ટ્રોફીમાં હેટ્રિક ઝડપી હતી. આ કારણે તેને ઈન્ડિયા એ ટીમમાં જગ્યા મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube