બબીતા ફોગાટે છોડી સરકારી નોકરી, સક્રિય રાજનીતિમાં ભાગ લેવા ભર્યું પગલું
બબીતા ફોગાટની આ વર્ષે હરિયાણા ખેલ વિભાગમાં નાયબ નિયામક તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેણે દાદરી સીટથી ભાજપની ટિકિટ પર પાછલા વર્ષે વિધાનસભા ચૂંટણી લડી પણ તે હારી ગઈ હતી.
નવી દિલ્હીઃ દિગ્ગજ મહિલા રેસલર બબીતા ફોગાટે બુધવારે હરિયાણાના ખેલ વિભાગમાં નાયબ નિયામક પદેથી રાજીનામું આપી દીધું છે. તેને આ વર્ષે 30 જુલાઈએ આ પદ પર નિમણૂક આપવામાં આવી હતી.
તેણે એક અખબારને જણાવ્યું કે, રાજનીતિમાં સક્રિય રીતે ભાગ લેવા અને બિહારમાં વિધાનસભા ચૂંટણી સિવાય બડૌદા વિધાનસભા પેટાચૂંટણીમાં પ્રચાર કરવાને કારણે નિર્ણય લીધો છે. બબીતા અને કબડ્ડી ખેલાડી કવિતા દેવીને આ વર્ષે રાજ્યના ખેલ વિભાગમાં નાયબ નિયામક પર નિમણૂક કરવામાં આવી હતી.
2014ના રાષ્ટ્રમંડળ ખેલોની ચેમ્પિયન બબીતાએ દાદરી સીટથી ભાજપની ટિકિટ પર પાછલા વર્ષે વિધાનસભા ચૂંટણી લડી હતી, પણ તે હારી ગઈ હતી.
KKR vs CSK Playing xi: આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે ચેન્નઈ-કોલકત્તા
હરિયાણા પોલીસમાં ડીએસપી બબીતાની મોટી બહેન ગીતા ફોગાટ અને તેની જિંદગી પર આધારિત આમિર ખાનની ફિલ્મ 'દંગલ' બની હતી. તેમાં તેના પિતા મહાવીર ફોગાટની જિંદગીને દર્શાવવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube