નવી દિલ્હીઃ દિગ્ગજ મહિલા રેસલર અને કોમનુવેલ્થ ગેમ્સ-2010ની ગોલ્ડ મેડલિસ્ટ ગીતા ફોગાટ મંગળવારે માતા બની ગઈ અને તેના ઘરે પુત્રનો જન્મ થયો છે. તેણે ટ્વીટર પર એક ફોટો પોસ્ટ કર્યો જેમાં તેનું બાળક અને પતિ પવન કુમાર જોવા મળી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીતાએ ફોટોની સાથે લખ્યું, 'હેલ્લો બોય, દુનિયામાં તમારૂ સ્વાગત છે. તે અહીં છે, અને ખુબ સારૂ અનુભવી રહ્યો છે. તમારો પ્રેમ અને આશીર્વાદ આપો. હવે તેણે અમારી જિંદગી પરફેક્ટ બનાવી દીધી છે. મારા બાળકને જન્મ લેતો જોવાનો અહેસાસ કોઈપણ માધ્યમથી વ્યક્ત ન કરી શકાય.'


ICC ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ વર્ષના અંતમાં ટોપ પર, રહાણેને એક સ્થાનનું નુકસાન


હરિયાણાની 31 વર્ષીય ગીતા અને તેની નાની બહેન બબીતા ફોગાટના જીવન પર આધારિત દંગલ ફિલ્મ બની છે. આ ફિલ્મમાં તેના પિતા મહાવીરની ભૂમિકા આમિર ખાને ભજવી હતી. 


વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube