ICC ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ વર્ષના અંતમાં ટોપ પર, રહાણેને એક સ્થાનનું નુકસાન

આઈસીસીએ નવા જાહેર કરેલા ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ટોપ પર છે. તેના 928 રેટિંગ પોઈન્ટ છે, અને તે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથથી 17 પોઈન્ટ આગળ છે. 

ICC ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ વર્ષના અંતમાં ટોપ પર, રહાણેને એક સ્થાનનું નુકસાન

દુબઈઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli) આ વર્ષનો અંત ટેસ્ટ રેન્કિંગમાં (Icc Test Rankings) ટોપ બેટ્સમેનના રૂપમાં કરશે જ્યારે અંજ્કિય રહાણે (anjikya rahane) આઈસીસીના તાજા વિશ્વ રેન્કિંગમાં એક સ્થાનના નુકસાન સાથે સાતમાં સ્થાને આવી ગયો છે. કોહલીના 928 રેટિંગ પોઈન્ટ છે અને તે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથથી (stive smith) 17 પોઈન્ટ આગળ છે. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન (864) વર્ષનો અંત નંબર-3ના રૂપમાં કરશે. ચેતેશ્વર પૂજારા (791)એ પોતાનું ચોથુ સ્થાન જાળવી રાખ્યું છે, પરંતુ રહાણેને એક સ્થાનનું નુકસાન થયું છે. 

રહાણેનું સ્થાન પાકિસ્તાનના બાબર આઝમે લીધું છે. આઝમે શ્રીલંકા વિરુદ્ધ કરાચીમાં બીજી ટેસ્ટ મેચમાં અણનમ સદી અને 60 રન બનાવ્યા હતા તથા તે ત્રણ સ્થાન ઉપર આવીને છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયો છે. આ તેના કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે. 

— ICC (@ICC) December 24, 2019

ભારત તરફથી ટોપ-20માં સામેલ અન્ય બેટ્સમેનોમાં ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલ (12મા) અને રોહિત શર્મા (15) સામેલ છે. બોલરોમાં જસપ્રીત બુમરાહે છઠ્ઠુ સ્થાન જાળવી રાખ્યું છે. ફાસ્ટર જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત હોવાને કારણે આફ્રિકા વિરુદ્ધ સિરીઝથી બહાર છે. 

બોલરોના રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ ટોપ પર છે. ટેસ્ટ ઓલરાઉન્ડરોની યાદીમાં રવિન્દ્ર જાડેજા વેસ્ટ ઈન્ડિઝના જેસન હોલ્ડર બાદ બીજા સ્થાન પર યથાવત છે. 

આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત 360 પોઈન્ટ લઈને ટોપ પર છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા (216), પાકિસ્તાન (80), શ્રીલંકા (80), ન્યૂઝીલેન્ડ (60) અને ઈંગ્લેન્ડ (56)નો નંબર આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news