નવી દિલ્હીઃ Protest Against WFI President: દેશના ટોચના રેસલરો બુધવારે (18 જાન્યુઆરી) જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. રેસલર્સે તેના પર મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. આ બાબતે મહિલા રેસલર વિનેશ ફોગાટનું કહેવું છે કે જ્યાં સુધી પ્રમુખ બદલાશે નહીં ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. બ્રિજ ભૂષણ સિંહ ભાજપના સાંસદ પણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય કુસ્તીબાજ અને ઓલિમ્પિયન વિનેશ ફોગાટનું કહેવું છે કે મહિલા કુસ્તીબાજોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, કુસ્તી સંઘના પ્રમુખે મહિલા ખેલાડીઓનું શોષણ કર્યું છે. ફેડરેશન બળપૂર્વક ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકે છે જેથી ખેલાડી રમી ન શકે. જો કોઇપણ ખેલાડીને કંઇક થશે તો તેના માટે રેસલિંગ એસોસિએશનના પ્રમુખ જવાબદાર રહેશે. જંતર-મંતર ખાતે આ વિરોધ પ્રદર્શનમાં ઓલિમ્પિક મેડલ જીતનાર સાક્ષી મલિક અને બજરંગ પુનિયા જેવા ખેલાડીઓ સામેલ થયા હતા. લગભગ બે ડઝન કુસ્તીબાજો હડતાળ પર બેઠા હતા.


બજરંગ પુનિયાએ શું કહ્યું?
ઓલિમ્પિયન રેસલર બજરંગ પુનિયાએ કહ્યું કે તે કુશ્તીને દલદલમાંથી બચાવવા માંગે છે, ખેલાડીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. તેણે કહ્યું કે એક-બે દિવસ પહેલા નિયમો બનાવવામાં આવે છે જે ખેલાડીઓ પર લાદવામાં આવે છે. એસોસિએશનના પ્રમુખ માત્ર કોચ અને રેફરીની ભૂમિકા ભજવે છે, ગેરવર્તન કરે છે. એટલું જ નહીં, સ્પોન્સર ટાટા મોટર્સ તરફથી કોઈ મદદ ન મળતાં ખેલાડીઓ લાચારી અનુભવે છે અને ફરિયાદ કરવા પર ખેલાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે.


IND vs NZ: હૈદરાબાદમાં શુભમન ગિલનો ધમાકો, બેવડી સદી ફટકારી બનાવ્યા અનેક રેકોર્ડ


બૃજભૂષણે આપી સફાઈ
રેસલરોના આરોપો પર ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ અને ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહે સ્પષ્ટતા કરતા કહ્યું કે, જ્યારે મને ખબર પડી કે ધરણા આપ્યા છે, આરોપ શું છે મારા પર તે જાણતો નથી. પરંતુ હું તત્કાલ ફ્લાઇટની ટિકિટ લઈને આવ્યો. સૌથી મોટો આરોપ જે વિનેશે લગાવ્યો છે, શું કોઈ સામે છે જે કહી શકે કે ફેડરેશને કોઈ એથલીટનું યૌન શોષણ કર્યું? કોઈ તો હોવું જોઈએ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube