IND vs NZ: હૈદરાબાદમાં શુભમન ગિલનો ધમાકો, બેવડી સદી ફટકારી બનાવ્યા અનેક રેકોર્ડ

india vs New Zealand: ભારતના યુવા ઓપનર શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વનડેમાં ધમાકેદાર ઈનિંગ રમી છે. ગિલે સતત બીજી વનડે મેચમાં સદી ફટકારી છે. ગિલ 208 રન બનાવી આઉટ થયો હતો. 

IND vs NZ: હૈદરાબાદમાં શુભમન ગિલનો ધમાકો, બેવડી સદી ફટકારી બનાવ્યા અનેક રેકોર્ડ

હૈદરાબાદઃ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ વનડે મેચમાં શુભમન ગિલે ઈતિહાસ રચી દીધો છે. શુભમન ગિલે પોતાના વનડે કરિયરમાં પ્રથમ બેવડી સદી ફટકારી દીધી છે. ગિલે માત્ર 145 બોલમાં 200 રન પૂરા કર્યાં હતા. શુભમન ગિલ 149 બોલમાં 9 સિક્સ અને 19 ચોગ્ગાની સાથે 208 રન બનાવી આઉટ થયો હતો. આ સાથે ગિલ વનડે ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે બેવડી સદી ફટકારનાર ખેલાડી બન્યો છે. ગિલે 23 વર્ષ 132 દિવસની ઉંમરે બેવડી સદી ફટકારી છે. આ પહેલા ઈશાન કિશને 24 વર્ષ 145 દિવસની ઉંમરે બેવડી સદી ફટકારી હતી. રોહિત શર્માએ 26 વર્ષ 186 દિવસની ઉંમરે બેવડી સદી ફટકારી હતી. 

ગિલે વનડેમાં પૂરા કર્યા 1 હજાર રન
હૈદરાબાદના મેદાન પર ગિલનો જલવો જોવા મળ્યો હતો. ગિલે પોતાની ઈનિંગ દરમિયાન વિરાટ કોહલી અને શિખર ધવનનો રેકોર્ડ તોડી દીધો. ભારત તરફથી વનડે આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી 1000 રન પૂરો કરનાર બેટર ગિલ છે. તેની પહેલા આ રેકોર્ડ વિરાટ અને ધવનના નામે હતો. આ બંનેએ 24-24 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે ગિલે 19મી ઈનિંગમાં આ રેકોર્ડ બનાવી દીધો છે. 

વનડે આંતરરાષ્ટ્રીયમાં ફખર ઝમાનના નામે સૌથી ઝડપી 1 હજાર રન કરવાનો રેકોર્ડ છે. ઝમાને 18 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. ગિલે પાકિસ્તાનના એક અન્ય બેટર ઇમામ ઉલ હકની બરોબરી કરી છે, જેણે 19 ઈનિંગમાં 1000 રન પૂરા કર્યા હતા. ગિલે વિવ રિચર્ડ્સ, કેવિન પીટરસન, જોનાથન ટ્રોટ, ડિકોક, બાબર આઝમ જેવા દિગ્ગજોને આ લિસ્ટમાં પાછળ છોડી દીધા છે. 

ન્યૂઝીલેન્ડ સામે સૌથી મોટી ઈનિંગ
હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શુભમન ગિલે બેવડી સદી ફટકારી પૂર્વ બેટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી દીધો છે. હકીકતમાં શુભમને હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સૌથી મોટી ઈનિંગ રમી છે. આ પહેલા રેકોર્ડ સચિન તેંડુલકર (186) ના નામે હતો. સચિને આ રેકોર્ડ 1999માં હૈદરાબાદમાં બનાવ્યો હતો. હવે શુભમન ગિલે 208 રનની ઈનિંગ રમીને સચિનનો આ રેકોર્ડ તોડી દીધો છે. 

સૌથી નાની ઉંમરે બેવડી સદી
શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં બેવડી સદી ફટકારીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તે બેવડી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. શુભમને 23 વર્ષ અને 132 દિવસમાં આ કારનામું કર્યું છે. તેના પહેલા આ રેકોર્ડ ઈશાન કિશનના નામે હતો, તેણે 24 વર્ષ 145 દિવસની ઉંમરમાં બાંગ્લાદેશ સામે વનડેમાં બેવડી સદી ફટકારી હતી. તે જ સમયે, આ યાદીમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માનું નામ ત્રીજા નંબર પર છે. તેણે 26 વર્ષ અને 186 દિવસની ઉંમરમાં ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં બેવડી સદી ફટકારી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news