Team India Cricketer: ટીમ ઈન્ડિયાનો એક ધાડક ખેલાડી નિવૃત્તિ લેવા માટે મજબૂર થઈ ગયો છે. રોહિત શર્માના કેપ્ટન બન્યા બાદ આ ખેલાડીને ભારતીય ટીમમાં તક મળવાની બંધ થઈ ગઈ છે. BCCI ની સીનિયર પસંદગી સમિતિએ આ ખેલાડીનું પત્તું કાપી નાખ્યું છે. હવે આ ખેલાડીની ટીમમાં વાપસી અસંભવ લાગી રહી છે. ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ગમે ત્યારે નિવૃત્તિ લઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિવૃત્તિ લેવા માટે બન્યો મજબૂર
39 વર્ષના વિકેટકીપર બેટર રિદ્ધિમાન સાહાની ટીમ ઈન્ડિયામાં વાપસી લગભગ અસંભવ લાગી રહી છે. સાહાને ટીમ ઈન્ડિયા ભૂલી ચૂકી છે. સાહા ખુબ સારો વિકેટકીપર છે. પરંતુ તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાની વધુ તક મળી નથી. સાહા ભારત માટે 40 ટેસ્ટ અને 9 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. સાહાએ વર્ષ 2010માં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટમાં પર્દાપણ કર્યું હતું. આ સાહાના આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ મેચ હતી. 


શાનદાર રહ્યું છે ક્રિકેટ કરિયર
સાહાના ટેસ્ટ કરિયરની વાત કરીએ તો તેણે 40 ટેસ્ટ મેચમાં 29.41ની એવરેજની સાથે 1353 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટથી 3 સદી અને છ અડધી સદી જોવા મળી છે. સાહાનો ટેસ્ટ ક્રિકેટમાં બેસ્ટ સ્કોર 117 રન છે. સાહાએ ટેસ્ટ ક્રિકેટમાં 92 કેચ લીધા છે. સાહાનું વનડે કરિયર નાનું રહ્યું હતું. તેણે 9 વનડે મેચમાં 13.67ની એવરેજની સાથે 41 રન બનાવ્યા હતા. 


BCCI એ પત્તું કાપી નાખ્યું!
સાહાએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની છેલ્લી મેચ 3 ડિસેમ્બર 2021ના ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મુંબઈમાં રમી હતી. આ ટેસ્ટ મેચ બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટે તેને કહી દીધું હતું કે સાહા તેમની ભવિષ્યની યોજનામાં સામેલ થશે નહીં. સાહાને ત્યારબાદ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં તેને ક્યારેય તક મળી નથી. 


ઋદ્ધિમાન સાહા ભારત માટે શાનદાર વિકેટકીપર રહ્યો છે. ભારતની ટર્નિંગ પિચો પર સાહાને બેટિંગ અને વિકેટકીપિંગ બંનેનો સારો અનુભવ રહ્યો છે. વર્ષ 2017માં જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ચાર મેચની ટેસ્ટ સિરીઝ રમવા ભારત આવી હતી તો રાંચીની ટર્નિંગ પિચ પર સાહાએ 117 રનની શાનદાર ઈનિંગ રમી મેચ બચાવી હતી. તો સાહા વર્ષ 2014માં શ્રીલંકા સામે છેલ્લીવાર વનડે મેચ રમ્યો હતો.