કોલકતા: ઓસ્ટ્રેલિયાની સામે બ્રિસબેનમાં રમાયેલી ચોથી ટેસ્ટના છેલ્લા દિવસે ઋષભ પંતે (Rishabh Pant) ઐતિહાસિક ઇનિંગ્સ રમી ભારતને મેચ જીતાળવામાં મહત્વની ભૂમિકા નિભાવી અને ટીમ ઇન્ડિયાએ સિરીઝ 2-1થી પોતાના નામે કરી. જો કે, ત્યારબાદ પણ તેની વિકેટકીપિંગ પર સવાલ ઉઠી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાહાએ આપ્યો પંતનો સાથ
અનુભવી વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ (Wriddhiman Saha) પંત (Rishabh Pant) પર ઉપર ઉઠી રહેલા સવાલોનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, આ યુવા ખેલાડી ધીમે-ધીમે તેનામાં તે જ રીતે સુધારો કરશે જે રીતે કોઈ 'બીજગણિત' શીખે છે.


આ પણ વાંચો:- IPL: 100 કરોડના ક્લબમાં સામેલ આ બે ખેલાડી, જાણો કોની કેટલી આવક; આ રહ્યું લિસ્ટ


રાષ્ટ્રીય ટીમના ટોચના વિકેટકીપર ગણાતા સાહાએ કહ્યું કે, તેમને એવું નથી લાગતું કે પંતની સાહસિક ઇનિંગ્સ બાદ તેમના માટે ટીમના દરવાજા બંધ થઈ જશે. તે પોતાનું શ્રેષ્ઠ કામ કરવાનું ચાલુ રાખશે અને પસંદગીની ટીમ મેનેજમેન્ટ પર છોડવા માંગે છે.


આ પણ વાંચો:- Baroda Cricket Team: કૃણાલ પંડ્યા સાથે વિવાદ મોંઘો પડ્યો, દીપક હુડ્ડા ટીમમાંથી બહાર


સાહાએ (Wriddhiman Saha) ગાબામાં મેચના પાંચમાં દિવસ બાદ નાબાદ 89 રનની ઇનિંગ્સ રમનાર પંતની પ્રશંસા કરતા કહ્યું, કોઈપણ પ્રથમ કક્ષામાં બીજગણિત નહીં શખતું. તમે હમેશાં એક-એક પગલું આગળ વધો છો. પંત તેનું શ્રેષ્ઠ કરી રહ્યો છે અને નિશ્ચિત રીતથી સુધારો (વિકેટકીપિંગ) કરશે. તેણે હમેશાં પરિપક્વતા દેખાડી છે અને પોતાને સાબિત કર્યો છે. લાંબા સમય માટે આ ભારતીય ટીમ માટે સારો છે.


આ પણ વાંચો:- ENG vs IND: પ્રથમ બે ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, આ સ્ટાર ખેલાડીની વાપસી


તેમણે કહ્યું, 'વનડે અને ટી -20 ફોર્મેટ્સથી બહાર થયા પછી તેણે જે જુસ્સો દેખાળ્યો તે ખરેખરમાં અસાધારણ છે.'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube