IPL: 100 કરોડના ક્લબમાં સામેલ આ બે ખેલાડી, જાણો કોની કેટલી આવક; આ રહ્યું લિસ્ટ
સીએસકેના સુરેશ રૈના અને એબી ડિવિલિયર્સના નામે આ ઉપલબ્ધિ નોંધાઈ છે. જાણો અન્ય કયા ખેલાડીઓ આ 100 કરોડના ક્લબમાં સામેલ છે અને આઇપીએલમાં તેમણે કેટલી કમાણી કરી છે.
નવી દિલ્હી: આઇપીએલની 14મી સિરીઝની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તમામ ટીમોએ તેમના ખેલાડીઓને રિટન અને રિલીઝ કર્યા છે. હવે આઇપીએલનું મિની ઓક્શન ફેબ્રુઆરીમાં યોજાશે. હાલમાં જ થયેલા રિટેન્શનમાં કેટલાક ખેલાડીઓને તેમની ફ્રેન્ચાઈઝીએ તક આપી છે, ત્યારે કેટલાક ખેલાડીઓને શોક લાગ્યો છે. આ રિટેન્શનમાં બે મોટા ખેલાડીઓ 100 કરોડના ક્લબમાં સામેલ થયા છે. સીએસકેના સુરેશ રૈના અને એબી ડિવિલિયર્સના નામે આ ઉપલબ્ધિ નોંધાઈ છે. જાણો અન્ય કયા ખેલાડીઓ આ 100 કરોડના ક્લબમાં સામેલ છે અને આઇપીએલમાં તેમણે કેટલી કમાણી કરી છે.
એમએસ ધોની
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની આઇપીએલમાં સૌથી વધારે કમાણી કરનાર ખેલાડી છે. ધોનીએ ગત વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિ લીધી છે. જો કે, તેમણે આ સ્પષ્ટ કર્યું હતું કે, વર્ષ 2021માં તે આઇપીએલમાં જોડાશે. ધોનીએ અત્યાર સુધી આઇપીએલમાંથી 137.8 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને આ કરનાર તે પ્રથમ ખેલાડી છે.
રોહિત શર્મા
મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા આઇપીએલના સૌથી સફલ કેપ્ટન છે. 2019ની આઇપીએલ જીતવાની સાથે જ તેમણે રેકોર્ડ 5 ટાઇટલ પ્રાપ્ત કર્યા હતા. રોહિત આ લિસ્ટમાં બીજા નંબર પર છે. આઇપીએલમાંથી તેમની અત્યાર સુધીની કમાણી 131.6 કરોડ રૂપિયા છે.
વિરાટ કોહલી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. આઇપીએલની આ સિરીઝ બાદ તે રોહિત અને ધોનીની સાથે 130 કરોડ ક્લબમાં સામેલ થઈ ગયા છે. અત્યાર સુધીમાં વિરાટ કોહલીએ આઈપીલેમાંથી 126.6 કરોડની કમાણી કરી છે.
સુરેશ રૈના
ચેન્નાઈ સુપર કિંગ્સના સુરેશ રૈનાએ આ સિઝન સાથે 100 કરોડમાં સામેલ થનાર ચોથો ભારતીય ખેલાડી છે. તેની સેલેરી 11 કરોડ છે અને અત્યાર સુધીમાં તેણે 99.7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પરંતુ આ વર્ષે તે 100 કરોડમાં સામેલ થઈ જશે.
એબી ડીવિલિયર્સ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના એબી ડીવિલિયર્સ 100 કરોડમાં સામેલ થનાર પ્રથમ વિદેશી ખેલાડી છે. તેની સેલેરી 11 કરોડ રૂપિયા છે અને આ સિઝનમાં તે આ ક્રમમાં સામેલ થઈ જશે. ત્યારબાદ તેની કમાણી 102.51 થઈ જશે.
Trending Photos