WTC Final ના એક દિવસ પહેલા થયુ ક્લિયર! કેપ્ટન રોહિત પ્લેઇંગ 11માં આ ખેલાડીને આપશે સ્થાન
Team India: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC ફાઈનલ)ની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ (લંડન) મેદાન પર 7 જૂનથી 11 જૂન વચ્ચે રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલના એક દિવસ પહેલા એ સ્પષ્ટ થઈ ગયું છે કે કેપ્ટન રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપીને કયા ખેલાડીનું ભાગ્ય ખોલવા જઈ રહ્યો છે.
CC WTC Final 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ મેદાન પર 7 જૂનથી 11 જૂન સુધી રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલના એક દિવસ પહેલા એ સ્પષ્ટ થઈ ગયું છે કે કેપ્ટન રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપીને કયા ખેલાડીનું ભાગ્ય ખોલવા જઈ રહ્યો છે.
ભારતીય ટીમ ડાબા હાથના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે અને જો આપણે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પહેલા બીજા પ્રેક્ટિસ સેશન પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે હજુ સુધી નિર્ણય લેવામા આવ્યો નથી કે ઈશાન કિશન અને કેએસ ભરત વચ્ચે કોને વિકેટકીપિંગની જવાબદારી સોંપવામાં આવે.
આ પણ વાંચો:
15 જૂનથી આ રાશિના લોકોનું ભાગ્ય 'સૂર્ય'ની જેમ ચમકશે,હાથ લગાવતા માટી પણ બની જશે સોનુ!
Rohit ના કરીયર માટે ખતરો બન્યો આ 21 વર્ષીય ખેલાડી
Name Astrology: દિમાગના ખુબ તેજ હોય છે આ અક્ષરવાળા લોકો!
ઓસ્ટ્રેલિયાએ સવારે પ્રેક્ટિસ કરી ત્યારે ખૂબ જ ઠંડી હતી અને આકાશ વાદળોથી ઘેરાયેલું હતું, પરંતુ જ્યારે ભારતીય ટીમ બપોરે પ્રેક્ટિસ માટે આવી ત્યારે તડકો હતો. તે વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન હોવા છતાં, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને રિઝર્વ ખેલાડી સૂર્યકુમાર યાદવ સિવાય, અન્ય તમામ ખેલાડીઓએ તેમાં ભાગ લીધો હતો. અઢી કલાકના આ પ્રેક્ટિસ સેશન પર કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડે બારીક નજર રાખી હતી. જ્યારે ભારતના મુખ્ય બેટ્સમેનોએ નેટ પર પૂરતો સમય વિતાવ્યો, રોહિતે માત્ર થ્રો ડાઉન પર જ પ્રેક્ટિસ કરી.
સ્કોટ બોલેન્ડ અને પેટ કમિન્સ તેમની બોલિંગથી ઘણું નુકસાન કરી શકે છે, પરંતુ ભારતીય બેટ્સમેનોએ તેમનો મોટાભાગનો સમય ડાબા હાથના ઝડપી બોલરોની સામે પસાર કર્યો હતો. ટીમના સભ્ય જયદેવ ઉનડકટ અને નેટ બોલર અનિકેત ચૌધરી ઉપરાંત સ્થાનિક ઝડપી બોલરોએ ભારતીય બેટ્સમેનોને ડાબા હાથની બોલિંગની ઘણી પ્રેક્ટિસ કરાવી છે.
ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, શુભમન ગિલ અને મોહમ્મદ શમી પ્રેક્ટિસ માટે નેટ્સ પર પ્રથમ આવ્યા હતા. શમીએ લગભગ 30 મિનિટ સુધી બેટિંગની પ્રેક્ટિસ કરી હતી. સ્પિનરો તરફથી થોડા બોલ રમ્યા બાદ વિરાટ કોહલીએ ઉનડકટ અને શમીનો સામનો કર્યો હતો. આ પછી, તેણે રહાણે અને ગિલ સાથે સ્લિપમાં કેચ લેવાની પ્રેક્ટિસ કરી. પ્રેક્ટિસ સેશનને જોતા એવું લાગી રહ્યું હતું કે ભારતે હજુ સુધી વિકેટકીપર અંગે નિર્ણય લીધો નથી. કિશન અને ભરત બંને બેટિંગ પ્રેક્ટિસ લેતા પહેલા વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરતા હતા. આ બેમાંથી કોને પ્લેઈંગ ઈલેવનમાં રાખવામાં આવશે તે છેલ્લી પ્રેક્ટિસ સેશન બાદ જ કહી શકાશે.
આ પણ વાંચો:
શું તમે પણ હાઈ હીલ્સ પહેરવાના શોખીન છો? તો પહેલા જાણી લેજો તેના આ મોટા નુકસાન
Hair Care Tips: તમને પણ ગમે છે લાંબા અને જાડા વાળ? તો લવિંગનો આ રીતે કરો ઉપયોગ
હવે માત્ર 6 લાખમાં ખરીદો Maruti Brezza! કોઈ વેઇટિંગ પિરિયડ પણ નહીં
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube