નવી દિલ્હી: Sachin Tendulkar on WTC Final: ભારત અને ન્યૂઝિલેંડ વચ્ચે 18 થી 23 જૂન વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાઇ હતી. ન્યૂઝિલેંડએ આ મેચમાં આઠ વિકેટથી જીત નોંધાવી છે. વરસાદના વિઘ્નના લીધે આ ટેસ્ટનું પરિણામ છઠ્ઠા દિવસે આવ્યું હતું. જોકે આઇસીસીએ આ ઐતિહાસિક મુકાબલમાં એક રિઝર્વ ડે રાખ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતએ આ મેચમાં ત્રણ બોલર અને અને બે સ્પિનર્સ સાથે ઉતર્યું હતું. તો બીજી તરફ ઇગ્લેંડએ ચાર બોલર અને એક ફાસ્ટ બોલર ઓલરાઉન્ડરને પોતાની ટીમમાં સમાવેશ કર્યો હતો. ભારતની હાર બાદ પૂર્વ ક્રિકેટરોએ કહ્યું હતું કે ભારત હવામાન અને પીચને જોતાં ખોટા બોલિંગ કોમ્બિનેશન સાથે ઉતર્યું હતું. હવે આ યાદીમાં સચિન તેંડુલકરનું નામ પણ જોડાઇ ગયું છે. 

Nikki Tamboli એ પહેર્યો ટચૂકડો ડ્રેસ, Photos પર વિચિત્ર કોમેન્ટની થઇ ભરમાળ
 
જોકે સચિન તેંડુલકરએ કહ્યું કે ભારતીય ટીમ મેનેજમેન્ટએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝિલેંડની વિરૂદ્ધ બોલીંગ સંયોજનમાં ભૂલ કરી. અને સાથે રવિંદ્ર જાડેજા પાસે ઓછી બોલીંગ કરાવવી પણ તેના પર ભારે પડી. 


ટેસ્ટ અને વનડે મેચોમાં સર્વાધિક રન બનાવવાનો રેકોર્ડ ધરાવનાર તેંડુકલરે પોતાના યૂટ્યૂબ ચેનલ પર કહ્યું કે પહેલાં થોડા દિવસોમાં તડકાની અછતના લીધે સ્પિનર ક્યારેય રમી શક્યા નહી. ખાસકરીને ડાબોડી સ્પિનર રવિંદ્ર જાડેજા જેમણે પહેલી ઇનિંગમાં ફક્ત 7.2 ઓવર ફેંકી. તો બીજી તરફ જાડેજાએ છઠ્ઠા દિવસે બીજી ઇનિંગમાં પણ ફક્ત ઓવર જ બોલીંગ કરી.   


સચિને કહ્યું 'જુઓ જ્યારે તમે પાંચ બોલરોને લઇને રમો છો, તો આ અસભંવ છે કે તમામ પાંચ બોલરોને બરાબર ઓવર મળી. આ પ્રકારે કામ કરતા નથી. તમારે પિચની સ્થિતિ, ઓવરહેડની સ્થિતિ, હવાથી મળનાર મદદને ધ્યાનમાં રાખવું પડશે. તેના અનુસાર તમે નિર્ણય કરો છો.  

ડેલ્ટા+ ના ખૌફ વચ્ચે આ રાજ્યમાં ફરી વધ્યું Lockdown, સરકારે જાહેર કર્યા નવા નિર્દેશ


તેંડુલકરે આગળ કહ્યું કે તેમણે રવિચંદ્રન અશ્વિનને પહેલી ઇનિંગમાં જાડેજા (7.2-2-20-1) ની તુલનામાં અધિક ઓવર (15-5-28-2) બોંલીગ કરવા પાછળ તર્કને સમજો, કારણ કે ન્યૂઝિલેંડના ડાબોડી બેટ્સમેન દ્વાર બનાવવામાં આવેલા ફૂટમાર્ક હતા. બોલરો અને વિપક્ષ પાસે જમણા હાથના બોલર હતા. તેમણે બીજી ઇનિંગમાં જાડેજાને ખરાબ નસીબ ગણાવ્યું. 


100 આંતરરાષ્ટ્રીય સદી બનાવનાર એકમાત્ર બેટ્સમેનએ કહ્યું કે સાઉથૈમ્પટનની પિચ ફાસ્ટબોલરોને અનુકૂળ છે ના કે સ્પિનરો માટે. તેમણે કહ્યું ''જો લોકોને સમાન અવસર ન મળ્યા, તો તેનું કારણ એ હતું કે ફાસ્ટ બોલરોને મદદ મળી રહી હતી. સ્પિનરો માટે પિચો છે, તફાસ્ટ બોલરો માટે પિચો છે. એટલા માટે તમારે પરિસ્થિતિઓને સમજવું પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube