ડોમિનિકાઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવારથી બે મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં રમાશે. યુવા બેટર યશસ્વી જાયસવાલ આ મેચથી આંતરરાષ્ટ્રીય પર્દાપણ કરશે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મંગળવારે તેની પુષ્ટિ કરી છે. રોહિતે સિરીઝની શરૂઆત પહેલા પત્રકાર પરિષદમાં ઘણા સવાલોના જવાબ આપ્યા. રોહિતે જણાવ્યું કે 21 વર્ષીય યશસ્વી તેની સાથે ઈનિંગની શરૂઆત કરશે. તેવામાં સ્ટાર બેટર શુભમન ગિલ વન ડાઉન એટકે તે ત્રીજા ક્રમે ઉતરશે. ગિલ  અત્યાર સુધી રોહિતની સાથે ઓપનિંગ કરી ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ગુમાવ્યા બાદ ચેતેશ્વર પુજારાની વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે પસંદગી કરવામાં આવી નથી. પસંદગીકારોએ યશસ્વી અને રુતુરાજ ગાયકવાડ જેવા યુવા બેટરો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જ્યારથી ટીમની જાહેરાત થઈ છે ત્યારથી યશસ્વીના ટેસ્ટ ડેબ્યૂને લઈને અટકળો લાગી રહી હતી. હવે રોહિતે આ વાત કન્ફર્મ કરી દીધી છે. 


આ પણ વાંચોઃ IND vs WI: ક્રિકેટના મેદાનમાંથી સીધા હોસ્પિટલ પહોંચી ગયા હતા ભારતના 5 ખેલાડીઓ


યશસ્વીએ આઈપીએલમાં કમાલનું પ્રદર્શન કર્યું હતું. તેણે 14 મેચમાં 48.08ની એવરેજથી 625 રન ફટકાર્યા હતા. આ દરમિયાન એક સદી અને પાંચ અડધી સદી ફટકારી હતી. યશસ્વીના ઘરેલૂ ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે 15 ફર્સ્ટ ક્લાસ મેચમાં 80.21ની એવરેજથી 1845 રન ફટકાર્યા છે. તેણે આ દરમિયાન નવ સદી અને બે અડધી સદી બનાવી છે. તેણે આ વર્ષે ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઈન્ડિયા માટે પ્રથમ ઈનિંગમાં 213 અને બીજી ઈનિંગમાં 144 રન ફટકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે રોહિત શર્માએ પત્રકાર પરિષદમાં તે પણ જણાવ્યું કે ભારત બે સ્પિનર સાથે ઉતરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube