નવી દિલ્હીઃ છેલ્લા બે દાયકાથી ભારતીય બોક્સિંગનો પર્યાય રહેલી એમસી મેરીકોમ માટે વર્ષ 2018 શાનદાર રહ્યું છે. તેણે ઉંમરનું વિઘ્ન દૂર કરતા આ વર્ષે વિશ્વ ચેમ્પિયનશિપનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ સિવાય અમિત પંઘાલ અને ગૌરવ સોલંકીએ આંતરરાષ્ટ્રીય સ્તર પર દમદાર પ્રદર્શન કર્યું, ત્રણ બાળકોની માતા 36 વર્ષની મેરીકોમનો આ વિશ્વ ચેમ્પિયનશિપમાં સાતમો મેડલ હતો અને તે ટૂર્નામેન્ટના દસ વર્ષના ઈતિહાસમાં સૌથી સફળ બોક્સર બની, તેનું આગામી લક્ષ્ય ઓલમ્પિકમાં દેશ માટે મેડલ જીતવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંરરાષ્ટ્રીય ઓલમ્પિક સંઘ (આઈઓસી)એ આંતરરાષ્ટ્રીય બોક્સિંગ સંઘ (એઆઈબીએ)ના પ્રશાસકોની આલોચના કરી, જેનાથી આ રમત ઓલમ્પિકમાં હશે કે નહીં તેના પર શંકા છે. એઆઈબીએના અધ્યક્ષ ગાફૂર રાખમિવ પર કથિત રૂપથી આ મામલાને લઈને આઈઓસીનું વલણ કડક છે. ભારતીય બોક્સિંગ ટીમના હાઈ પરફોર્મંસ ડિરેક્ટરે સાંટિયાગો નિએવાએ કહ્યું, મેરીકોમ શાનદાર છે. બીજી શબ્દોમાં તેની વ્યાખ્યા થઈ શકે નહીં. તે સ્તર પર પ્રદર્શન કરવું, પોતાનાથી યુવા ખેલાડીઓને હરાવવું અદ્ભુત છે. 


મેરીકોમ સિવાય અમિત (49 કિલો)એ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ હાસિલ કર્યો હતો. ફાઇનલમાં તેણે ઓલમ્પિક ચેમ્પિયન હસનબોય દુસ્માતોવને હરાવ્યો હતો. અમિતે આ સિવાય કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. ગૌરવ સોલંકી (52 કિલો) આ ગેમના નવા સિતારાના રૂપમાં ઉભર્યો, તેણે રાષ્ટ્રમંડળ ગેમ્સમાં ગોલ્ડ જીતીને તમામને ચોંકાવી દીધા હતા. તેણે જર્મનીમાં રમાયેલી કેમેસ્ટ્રી કપમાં ગણ ગોલ્ડ જીત્યો હતો. 

ભારતના આ દિગ્ગજ ક્રિકેટરોએ કંઇક આવા અંદાજમાં ક્રિસમસ ડે ઉજવ્યો



ઈન્ડિયન ઓપનમાં ગોલ્ડ મેડલની સાથે વર્ષની શરૂઆત કરનાર મેરીકોમે વર્ષનું સમાપન (વિશ્વ ચેમ્પિયનશિપ) પણ ગોલ્ડ મેડલ સાથે કરી હતી. તેણે આ વચ્ચે બુલ્ગારિયામાં યોજાયેલી યૂરોપીય ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેના પ્રદર્શન સિવાય મહિલા બોક્સિંગમાં ભારત માટે આ વર્ષ નિરાશાજનક રહ્યું. મેરીકોમ મોટી ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી એકમાત્ર ખેલાડી છે. ટીમ તેના વગર એશિયન ગેમ્સમાં જકાર્તા ગઈ, પરંતુ તેને ખાલી હાથે પરત ફરવાનો વારો આવ્યો હતો. 



IND vs AUS: ઓપનિંગમાં ફેલ થશે તો વિહારીનું શું, MSK પ્રસાદે કર્યો ખુલાસો


તેનું સપનું 2020 ઓલમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાનો છે, જ્યાં પોતાના પસંદગીના 48 કિલો ભાર વર્ગની જગ્યાએ 51 કિલો ભારવર્ગમાં રમશે. લંડન ઓલમ્પિક (2012)મા આ ભારવર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતનારી મેરીકોમ માટે આગામી વર્ષે યોજાનારા ક્વોલિફાયર્સમાં તે જોવાનું રસપ્રદ રહેશે કે, તે આ પડકાર માટે કેમ તૈયાર થાય છે. 


પુરુષોમાં ભારતે રાષ્ટ્રમંડળ ગેમ્સમાં આઠ મેડલ જીત્યા હતા. ગૌરવ અને વિકાસ કૃષ્ણ (75 કિલો)એ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. પરંતુ ટીમ એશિયન ગેમ્સમાં આ પ્રદર્શન કરવામાં અસફળ રહી અને માત્ર બે મેડલ જીતી શકી હતી. અમિતે ગોલ્ડ સાથે અને વિકાસે બ્રોન્ઝ સાથે દેશની લાજ બચાવી હતી. આ વર્ષે ટીમ પસંદગીમાં નવી નીતિની શરૂઆત થઈ, જેમાં ટ્રાયલ્સની જગ્યાએ પોઈન્ટ સિસ્ટમને અપનાવવામાં આવી છે. ટ્રાયલ્સનું આયોજન માત્ર તે ભારવર્ગમાં થશે, જેમાં પોઈન્ટનું અંતર ઓછુ હતું.