Year Ender 2019: વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિંધુને ગોલ્ડ, બેડમિન્ટમાં આવું રહ્યું પ્રદર્શન
પીવી સિંધુએ આ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જરૂર જીત્યો, પરંતુ બાકી વર્ષભરતે ખરાબ ફોર્મનો સામનો કરતી રહી જ્યારે યુવા લક્ષ્ય સેન ભારતીય બેડમિન્ટન માટે મિશ્ર સફળતા વાળા વર્ષ 2019મા ભવિષ્યની આશા બનીને ઉભર્યો છે.
નવી દિલ્હીઃ પીવી સિંધુએ આ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જરૂર જીત્યો, પરંતુ બાકી વર્ષભરતે ખરાબ ફોર્મનો સામનો કરતી રહી જ્યારે યુવા લક્ષ્ય સેન ભારતીય બેડમિન્ટન માટે મિશ્ર સફળતા વાળા વર્ષ 2019મા ભવિષ્યની આશા બનીને ઉભર્યો છે. બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ બાદ સિંધુએ ભારતને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્રથમ ગોલ્ડ અપાવ્યો હતો. પરંતુ ત્યારબાદ તે સાતત્યપૂર્વકનો દેખાવ કરી શકી નથી.
સ્વિટ્ઝર્લેન્ડમાં વર્લ્ડ ચેમ્પિયનશિપથી ભારતને બે મેડલ મળ્યા હતા. સિંધુ સિવાય બી સાઈ પ્રણીતે પ્રકારશ પાદુકોણના જીત્યાના 36 વર્ષ બાદ પુરૂષ સિંગલ્સ વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ડબલ્સમાં સાત્વિક સાઇરાજ રાંકિરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ થાઈલેન્ડ ઓપન સુપર 500 ટાઇટલ જીત્યું અને ફ્રેન્ડ ઓપન સુપર 750ના ફાઇનલમાં પહોંચી હતી. સુપર 500 ટાઇટલ જીતનારી તે પ્રથમ ભારતીય જોડી બની હતી.
18 વર્ષના લક્ષ્યએ આ વર્ષ પાંચ ટાઇટલ પોતાના નામે કર્યા અને કરિયરની સર્વશ્રેષ્ઠ 32મી રેન્કિંગ પર પહોંચ્યો છે. સૌરવ વર્માએ વિયતનામ અને હૈદરાબાદમાં સુપર 100 ટાઇટલ જીત્યું હતું. તે સૈયદ મોદી સુપર 300 ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યો હતો. મહિલા સિંગલ્સમાં સિંધુ સિવાય સાઇના નેહવાલે ઈન્ડોનેશિયા માસ્ટર્સ સુપર 300નું ટાઇટલ પોતાના નામે કર્યું હતું.
Year Ender 2019: ટીમ ઈન્ડિયાનું રિપોર્ટ કાર્ડ, જાણો કેવું રહ્યું 'વિરાટ ટીમ'નું વર્ષ
પાછલા વર્ષે પાંચ સિલ્વર અને વર્લ્ડ ટૂર ફાઇનલ્સમાં ગોલ્ડ જીતનારી સિંધુ આ વર્ષે ફોર્મમાં ન જોવા મળી. કોરિયાઈ કોચ કિમ જૂ હ્યૂનના માર્ગદર્શનમાં અભ્યાસ કરી રહેલી સિંધુ ઈન્ડોનેશિયા ઓપનમાં રનર્સ-અપ રહી અને બાસેલમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો.
તે પૂર્વ ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન ઝાંગ નિંગ બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પાંચ મેડલ જીતનારી બીજી મહિલા ખેલાડી છે. ત્યારબાદ તે સિઝનની છેલ્લી વર્લ્ડ ટૂર ફાઇનલ્સમાં ટાઇટલ જાળવી રાખવામાં નિષ્ફળ રહી હતી. પુરૂષ સિંગલ્સમાં પ્રણીત સ્વિસ ઓપન ફાઇનલમાં પહોંચ્યો અને સિઝનના અંતમાં વર્લ્ડ રેન્કિંગમાં 11મા સ્થાને રહ્યો હતો.
કિદાંબી શ્રીકાંતે 2017મા ચાર ટાઇટલ જીત્યા હતા. તેણે 2018મા રાષ્ટ્રમંડળ ગેમ્સમાં ગોલ્ડ અને નંબર વનની રેન્કિંગ હાસિલ કરી પરંતુ આ વર્ષ તેના માટે સરેરાશ રહ્યું. તે ઈન્ડિયા ઓપન ફાઇનલમાં પહોંચ્યો જ્યારે બાકી ટૂર્નામેન્ટમાં સામાન્ય પ્રદર્શન અને ઘુંટણની ઈજાને કારણે બહાર રહેવાથી વર્લ્ડ રેન્કિંગ ટોપ-10થી બહાર થઈ ગયો હતો. એચએસ પ્રણોય રેન્કિંગમાં 26મા સ્થાને રહ્યો છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની જાહેર કરી દાયકાની સર્વશ્રેષ્ઠ ટીમ, ધોનીને વનડેની તો વિરાટને ટેસ્ટની કમાન
વર્ષની શરૂઆતમાં રેન્કિંગમાં 109મા સ્થાન પર રહેલા લક્ષ્યએ પોલિશ ઓપનમાં રનર્સઅપ રહીને 76 સ્થાનની છલાંગ લગાવી હતી. તેણે સપ્ટેમ્બરમાં બેલ્જિયમ ઈન્ટરનેશન જીત્યું અને પછી ડચ ઓપન સુપર 100 તથા સારલોરલક્સ સુપર 100 ટાઇટલ પોતાના નામે કર્યું હતું. નવેમ્બરમાં સ્કાટિશ ઓપન જીત્યા બાદ વર્ષના અંતમાં બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય ચેલેન્જ જીત્યું હતું.
મિક્સ ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને એન સિક્કી રેડ્ડી 13 ટૂર્નામેન્ટમાં પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગઈ જ્યારે ત્રણ વાર બીજા રાઉન્ડમાં બહાર થઈ હતી. આગામી વર્ષે રમાનારા ટોક્યો ઓલિંમ્પિક પહેલા કોચ પુલેલા ગોપીચંદે તે નક્કી કરવું પડશે કે ખેલાડી લયમાં રહે.
વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube