Year Ender 2019: ટીમ ઈન્ડિયાનું રિપોર્ટ કાર્ડ, જાણો કેવું રહ્યું 'વિરાટ ટીમ'નું વર્ષ

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માટે 2019નું વર્ષ પૂર્ણ થઈ ગયું છે. હવે વિરાટ કોહલી અને તેના સાથી 2020ની તૈયારીઓમાં લાગેલા છે. 2019મા વનડે વિશ્વકપના સેમિફાઇનલમાં થયેલા પરાજયને છોડી દેવામાં આવે તો ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ શાનદાર રહ્યું છે. 
 

Year Ender 2019: ટીમ ઈન્ડિયાનું રિપોર્ટ કાર્ડ, જાણો કેવું રહ્યું 'વિરાટ ટીમ'નું વર્ષ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માટે 2019નું વર્ષ પૂર્ણ થઈ ગયું છે. હવે વિરાટ કોહલી અને તેના સાથી 2020ની તૈયારીઓમાં લાગેલા છે. 2019મા વનડે વિશ્વકપના સેમિફાઇનલમાં થયેલા પરાજયને છોડી દેવામાં આવે તો ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ શાનદાર રહ્યું છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ભારતીયોએ ઘણા રેકોર્ડ તોડ્યા અને બનાવ્યા છે. ટેસ્ટ ટીમમાં ટીમ ઈન્ડિયાને કોઈ હરાવી શક્યું નથી, જ્યારે ટી20મા વર્ષની ખરાબ શરૂઆત બાદ જોરદાર વાપસી કરી હતી. આવો જાણીએ, ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારત માટે શું-શું રહ્યું ખાસ.... 

ટેસ્ટઃ કોઈ ન હરાવી શક્યું
ટીમ ઈન્ડિયા આ વર્ષે અજેય રહી. જેણે 7 મેચ રમી જેમાં માત્ર એક ડ્રો રહી. જ્યારે બાકીના 6 મુકાબલા તેણે પોતાના નામે કર્યાં છે. વેસ્ટ ઈન્ડિઝને તેણે 2-0, આફ્રિકા (હોમ સિરીઝ)ને 3-0 અને બાંગ્લાદેશ (હોમ સિરીઝ)ને 2-0થી પરાજય આપ્યો હતો. આ સાથે તેણે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેબલમાં ટોપ સ્થાન પર રહેતા વર્ષનું સમાપન કર્યું છે. ભારતના પોઈન્ટ ટેબલમાં સૌથી વધુ 360 પોઈન્ટ છે. 

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની જાહેર કરી દાયકાની સર્વશ્રેષ્ઠ ટીમ, ધોનીને વનડેની તો વિરાટને ટેસ્ટની કમાન

મેચઃ 7, જીત - 6, ડ્રો- 1
સૌથી વધુ રનઃ મયંક અગ્રવાલ (754)
બેસ્ટ સ્કોરઃ વિરાટ કોહલી (254 નોટ આઉટ)
સૌથી વધુ વિકેટઃ મોહમ્મદ શમી (33)
બેસ્ટ બોલિંગ (ઈનિંગ): રવિચંદ્રન અશ્વિન (7/145)
સૌથી મોટી જીતઃ ઈનિંગ અને 202 રન (વિરુદ્ધ આફ્રિકા, રાંચી)
પર્દાપણઃ શાહબાજ નદીમ

વનડેઃ એક મોટી હારને છોડી બધુ સારૂ રહ્યું
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અનુસાર, 'વિશ્વ કપની તે 30 મિનિટ (સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય)ને છોડી દેવામાં આવે તો આ વર્ષ કમાલનું રહ્યું છે.' ઓસ્ટ્રેલિયામાં 2-1 અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 4-1ની શાનદાર સિરીઝ જીત રહી તો ઘરમાં ઓસ્ટ્રેલિયા સામે 2-3થી હાર મળી હતી. આ સિવાય વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ તેના અને પોતાના ઘરમાં શાનદાર જીત રહી, જે આ સફળ વર્ષનો પૂરાવો છે.

મેચ: 28, જીત 19, હાર 8, રદ્દ 1
સૌથી વધુ રન: રોહિત શર્મા (1,490)
શ્રેષ્ઠ સ્કોર: રોહિત શર્મા (159)
સૌથી વધુ વિકેટ: મોહમ્મદ શમી (42)
શ્રેષ્ઠ બોલિંગ: યુઝવેન્દ્ર ચહલ (6/42)
સૌથી મોટી જીતઃ 125 રન (વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, માન્ચેસ્ટર)
પર્દાપણઃ મોહમ્મદ સિરાજ, વિજય શંકર, શુભમન ગિલ, શિવમ દુબે, નવદીપ સૈની. 

આંતરરાષ્ટ્રીય ટી-20: વિશ્વકપની તૈયારી સારી
વિશ્વકપ-2020ને જોતા ટીમ ઈન્ડિયાએ આ વર્ષે સારૂ પ્રદર્શન કર્યું છે. કોહલીની ટીમને ન્યૂઝીલેન્ડ (ન્યૂઝીલેન્ડમાં) અને ઓસ્ટ્રેલિયા (પોતાના ઘરમાં) હાર મળી, પરંતુ ત્યારબાદ તેણે શાનદાર વાપસી કરી અને વેસ્ટ ઈન્ડિઝમાં જઈને 3-0થી જીત મેળવી હતી. સાઉથ આફ્રિકા વિરુદ્ધ હોમ સિરીઝ 1-1થી ડ્રો રહ્યાં બાદ બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝને 2-1થી જીત મેળવી વર્ષને સફળ બનાવી દીધું હતું. 

મેચઃ 16, જીતઃ 9, હારઃ 7
સૌથી વધુ રનઃ વિરાટ કોહલી (466)
બેસ્ટ સ્કોરઃ વિરાટ કોહલી (94 રન અણનમ)
બેસ્ટ બોલિંગઃ દીપક ચહર (6/7)
સૌથી મોટી જીતઃ 8 વિકેટ (વિરુદ્ધ બાંગ્લાદેશ, રાજકોટ)
પર્દાપણઃ નવદીપ સૈની, શિવમ દુબે, મયંક માર્કંડેય, રાહુલ ચહર. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news