ઉત્તરાખંડના જંગલોમાં આગ પર યોગેશ્વર દત્તે વ્યક્ત કરી ચિંતા, જાણો શું કહ્યું
ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં જંગલની આગે ભારે વિનાશ વેર્યો છે. મોટાભાગનો જંગલ વિસ્તાર આગમાં ખાક થઈ ગયો છે. સ્થાનિક લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
નવી દિલ્હી: ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં જંગલની આગે ભારે વિનાશ વેર્યો છે. મોટાભાગનો જંગલ વિસ્તાર આગમાં ખાક થઈ ગયો છે. સ્થાનિક લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટનાને લઇને ઓલમ્પિક મેડલ વિનર યોગેશ્વર દત્ત (Yogeshwar Dutt)એ ચિંતા વ્યક્ત કરી અને ટ્વિટ પર લખ્યું કે, ઉત્તરાખંડના જંગલમાં ભીષણ આગ લાગી છે. અનમોલ વનસ્પતિ નષ્ટ થઈ રહી છે. સમગ્ર વિશ્વ મહામારી સામે લડી રહ્યું છે. ભારત કોવિડ-19ની સાથે અમ્ફાન સુપર સાયક્લોન, ઉત્તરાખંડના જંગલોમાં આગથી લડી રહ્યું છે, કુદરત ગુસ્સે છે, ઉત્તરાખંડ માટે પ્રાર્થના કરો.
આ પણ વાંચો:- ઈંગ્લેન્ડના પ્રવાસ માટે વેસ્ટ ઈન્ડિઝના ટેસ્ટ ક્રિકેટરોએ શરૂ કરી પ્રેક્ટિસ
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube