પેરિસઃ ફુટબોલના સર્વકાલિન મહાન ખેલાડીઓમાં સામેલ પેલેનું માનવું છે કે, ફ્રાન્સના સ્ટાર કીલિયન એમ્બાપ્પે જો ફ્રેન્ચ લીગ-1 ક્લબ પૈરિસ સેન્ટ જર્મેન (PSG) છોડીને ક્યાંય જશે નહીં તો તે વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીના રૂપમાં ઉભરીને સામે આવશે. ઈએસપીએલ.ઇન પ્રમાણે પેરિસમાં એક કાર્યક્રમ દરમિયાન પેલે અને એમ્બાપ્પે પ્રથમવાર મળ્યા અને આ દરમિયાન પેલેએ કહ્યું કે, પીએસજીમાં રહીને કીલિયન શાનદાર ખેલાડી બની શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દિવસોમાં કીનિયનની સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડ જવાની ચર્ચાઓ ચાલી રહી છે. પેલેએ પેરેસિયન સમાચાર પત્રને કહ્યું, વિશ્વના શાનદાર ખેલાડી બનવા માટે કીલિયને પીએસજી છોડીને બીજે જવાની જરૂર નથી. તે જેમ રમે છે તેમ રમતો રહે. આ રીતે તે સર્વશ્રેષ્ઠ ખેલાડી બની શકે છે. આ તેના માટે જરૂરી છે. 


પેલેએ તે પણ કહ્યું કે, તેને વિશ્વના શાનદાર ખેલાડી બનવા માટે ક્યારેય સાંતોસ છોડવાની જરૂરીયાત ન પડી અને આ રીતે કીલિયનને પણ આ મુકામ હાસિલ કરવા માટે ફ્રાન્સ છોડીને જવાની જરૂર નથી. 



વિરાટ અને ડિવિલિયર્સની વિકેટ લેવી મારા કરિયરની મોટી સફળતાઃ શ્રેયસ ગોપાલ
 


ફ્રાન્સને 2018 ફીફા વિશ્વકપ અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવનાર એમ્બાપ્પેએ પેલેની સાથે મુલાકાતને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરતા બે તસ્વીરો પોસ્ટ કરી છે અને લખ્યું છે, 'આજે મને લિવિંગ લેજેન્ડ પેલેની સાથે સમય પસાર કરવાની તક મળી, આ શાનદાર ક્ષણ હતી.'