વિરાટ અને ડિવિલિયર્સની વિકેટ લેવી મારા કરિયરની મોટી સફળતાઃ શ્રેયસ ગોપાલ
રાજસ્થાન રોયલ્સે આઈપીએલના 14માં મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને સાત વિકેટથી પરાજય આપ્યો હતો. રાજસ્થાનની જીતમાં સ્પિનર શ્રેયસ ગોપાલની મહત્વની ભૂમિકા રહી હતી.
Trending Photos
જયપુરઃ રાજસ્થાન રોયલ્સે આઈપીએલના 14માં મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને સાત વિકેટથી પરાજય આપ્યો હતો. રાજસ્થાનની જીતમાં સ્પિનર શ્રેયસ ગોપાલની મહત્વની ભૂમિકા રહી હતી. તેણે ચાર ઓવરમાં 12 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેમાં વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ અને શિમરોન હેટમાયર સામેલ છે. ગોપાલે મેચ બાદ કહ્યું- હું મને ભાગ્યશાળી માનું છે કે આટલા મોટા ખેલાડીઓને આઉટ કરી શક્યો. એક યુવા ખેલાડીના જીવનમાં હંમેશા આમ થતું નથી. આ મારા કરિયરની મોટી સફળતા છે.
પાવરપ્લેમાં બોલરોએ દબાવ બનાવ્યોઃ ગોપાલ
ગોપાલે કહ્યું, 'પાવરપ્લેમાં બોલરોએ દબાવ બનાવ્યો.' તેનાથી સ્પિનરોને મદદ મળી. બેંગલુરૂના બેટ્સમેન રન બનાવવા માટે વધુ આક્રમક થઈ રહ્યાં હતા. તે પ્રથમ 6 ઓવરમાં 70 રન ન બનાવી શક્યા. તેને મારી ઓવરમાં રન બનાવવા હતા. તેથી મારી પાસે વિકેટ ઝડપવાની સારી તક હતી.
તેણે કહ્યું, તમારી પાસે દરેક પ્રકારના બોલ ફેંકવાની કળા હોવી જોઈએ. કાંડાના સ્પિનર બોલને બંન્ને તરફ સ્પિન કરાવી શકે છે. તેનાથી ફાયદો મળે છે. માત્ર બોલને યોગ્ય દિશા અને યોજના અનુસાર કરવાની જરૂર હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે