આઈપીએલ 2019 પહેલા યુવરાજ સિંહનો જલવો, બનાવ્યા 57 બોલ પર 80 રન
યુવરાજ સિંહની ઈનિંગ દેખાડે છે કે, તે આઈપીએલ 2019 માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ વખતે તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે. 37 વર્ષના યુવરાજની આઈપીએલમાં આ છઠ્ઠી ટીમ છે.
નવી દિલ્હીઃ કેન્સરને હરાવીને ક્રિકેટમાં કમબેક કરનાર યુવરાજ સિંહે ફરી એકવાર દેખાડ્યું કે, રમત પ્રત્યે તેનું જનૂન હજુ પૂરૂ થયું નથી અને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2019 માટે તૈયાર છે. નોંધનીય છે કે, એક ડોમેસ્ટિક મેચમાં યુવીએ 80 રન ફટકાર્યા, જેની બધા પ્રશંસા કરી રહ્યાં છે.
યુવરાજ સિંહે આ ઈનિંગ ડીવાઈ પાટિલ ટી20 કપના એક મેચમાં રમી છે. તેમાં યુવરાજ એર ઈન્ડિયા માટે મુંબઈ કસ્ટમ્સ વિરુદ્ધ રમી રહ્યો હતો. મેચમાં યુવીએ 57 બોલ પર 80 રન બનાવ્યા. તેણે આ ઈનિંગમાં 4 સિક્સ ફટકારી હતી.
યુવીને આ ઈનિંગ માટે તેના ફેન્સની સાથે સાથે મુંબઈ ઈન્ડિયન્સે પણ શુભેચ્છા આપી હતી. વીડિયો શેર કરતા મુંબઈ ઈન્ડિયન્સે લખ્યું, યુવરાજ સિંહ અમારે આ બધુ જોઈએ. વીડિયોને યુવરાજ સિંહે પણ રીટ્વીટ કર્યો છે.
મહત્વનું છે કે, આઈપીએલ 2019માં યુવીને મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો છે. 2018માં તે પ્રીતિ ઝિંટાની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમી રહ્યો હતો, પરંતુ તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. આ વખતે હરાજીના પ્રથમ રાઉન્ડમાં યુવરાજને કોઈને ન ખરીદ્યો પરંતુ બીજી બોલીમાં તેને મુંબઈ ઈન્ડિયન્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.