નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે સ્ટાર બેટર વિરાટ કોહલી માટે એક ભાવુક પત્ર લખ્યો છે. મંગળવારે યુવરાજે સોશિયલ મીડિયા પર ભાવુક મેસેજ શેર કર્યો છે. યુવરાજે લખ્યુ કે તેણે પૂર્વ ભારતીય કેપ્ટનને એક ક્રિકેટર અને વ્યક્તિના રૂપમાં મોટો થતો જોયો છે. યુવરાજ અને વિરાટે ભારતીય ટીમમાં સાથે અનેક મેચ રમી છે. આ સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે પણ બંને સાથે રમ્યા છે. બંને વચ્ચે ગાઢ મિત્રતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવરાજે કહ્યુ કે, કોહલીએ જે રીતે પોતાની મહેનત અને સમર્પણ દ્વારા ઘણા ખેલાડીઓને પ્રેરિત કર્યાં છે. તેણે ઈચ્છા જાહેર કરતા કહ્યુ કે, વિરાટે લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમને અનેક મેચમાં વિજય અપાવ્યો છે. 


યુવરાજે ટ્વીટ કર્યુ, 'દિલ્હીના એક નાના છોકરાથી વિરાટ કોહલી બનવાની કહાની. હું આ સ્પેશિયલ શૂઝ તને ડેડિકેટ કરવા ઈચ્છુ છું. કેપ્ટન તરીકે તારા કરિયરે વિશ્વના કરોડો ફેન્સના ચહેરા પર હાસ્ય લાવ્યું છે. હું આશા કરુ છું કે તું જેવો છે, તેવો રહેશે. જેમ રમે છે તેમ રમતો રહે અને દેશનું ગૌરવ વધારતો રહે.'


રોહિત કેપ્ટન બનતાની સાથે જ આ 3 ખેલાડીનું ચમક્યું ભાગ્ય, હવે ડ્રોપ કરવા અશક્ય!


યુવરાજે કોહલીને ગોલ્ડન બૂટની એક સ્પેશિયલ એડિશન પણ ગિફ્ટ કરી છે. તેણે લખ્યું કે, આ સ્ટાર બેટર દુનિયા માટે ભલે કિંગ કોહલી હોય પરંતુ તેના માટે હંમેશા ચીકુ રહેશે.'


યુવરાજે અંતમાં લખ્યુ- મારા માટે હંમેશા તું ચીકુ જ રહીશ અને દુનિયા માટે કિંગ કોહલી. તમારા અંદરની આગને સળગતી રહેવા દેજે. તું એક સુપરસ્ટાર છે. તારા માટે એક ખાસ ગોલ્ડન બૂટ. આપણા દેશને ગૌરવ અપાવતો રહે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube