નવી દિલ્હીઃ ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન રહેલા યુવરાજ સિંહના ટેલેન્ટને 2000માં ઓળખ મળી હતી. તે અન્ડર-19 વિશ્વ કપ દરમિયાન પોતાની બીજી વનડે મેચમાં બેવડી સદી ફટકારીને વિશ્વકપના ક્રિકેટને ચાહરનારાઓની નજરમાં આવ્યો હતો. શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી આ મેચમાં યુવરાજ સિંહે શાનદાર બેટિંગ કરતા પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આવો નજર કરીએ યુવરાજ સિંહના સફળ ક્રિકેટ કરિયર પર. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાન્યુઆરી 2000: 12, ડિસેમ્બર 1981ના જન્મેલા યુવરાજ સિંહે 2000માં અન્ડર-18 વિશ્વ કપમાં પોતાના કરિયરની બીજી મેચમાં ધમાકો કરી દીધો હતો. ટ્રિઅંફમાં રમાઈ રહેલા અન્ડર 19 વિશ્વકપમાં તેણે લંકા વિરુદ્ધ બેવડી સદી ફટકારીને ક્રિકેટ દુનિયામાં ધડાકો કર્યો હતો. તેણે આક્રમક 203 રન ફટકાર્યા હતા. આ ટૂર્નામેન્ટના થોડા સમય બાદ જ યુવરાજ સિંહને રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરી લેવામાં આવ્યો હતો. 


ઓક્ટોબર 2000: યુવરાજ સિંહે ફરી એકવાર પોતાના પ્રદર્શનથી વિશ્વભરના ક્રિકેટ ફેન્સને ચોંકાવી દીધા જ્યારે ભારતીય ટીમ મેચ ફીક્સિંગના ક્રાઇસસ સામે ઝઝૂમી રહી હતી. આ દરમિયાન તેણે આઈસીસીની નોકઆઉટ ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આક્રમક બેટિંગ કરી. આ મેચમાં યુવરાજે 80 બોલમાં 84 રન ફટકાર્યા હતા. તેણે પોતાના દમ પર આ મેચમાં ટીમને જીત અપાવી હતી. 


આજ સુધી દુનિયા ભૂલી નથી યુવરાજના છ છગ્ગા, જુઓ વીડિયો 

જુલાઈ 2002: નેટવેસ્ટ સિરીઝ દરમિયાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ યુવરાજ સિંહે મોહમ્મદ કેફ સાથે રમેલી ઈનિંગને ફેન્સ આજ સુધી ભૂલી શક્યા નથી. આ મેચમાં ભારતીય ટીમ 325 રનનો પીછો કરી રહી હતી અને ટોપ ક્રમ સસ્તામાં આઉટ થઈ ગયો હતો. સામે હાર જોઈ રહેલી ભારતીય ટીમને યુવરાજ સિંહે 69 રન બનાવીને જીત અપાવી હતી. 


સપ્ટેમ્બર 2007: પ્રથમ ટી 10 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહ પોતાના શાનદાર પ્રદર્શનથી ઘણા રેકોર્ડ બનાવી દીધા હતા. ઈંગ્લેન્ડ વિરુદ્ધ સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં યુવીએ છ છગ્ગા ફટકાર્યા હતા. આજ સુધી તેનો આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી. 


આવું રહ્યું છે ચેમ્પિયન ખેલાડી યુવરાજનું આંતરરાષ્ટ્રીય કરિયર


સપ્ટેમ્બર 2007: ટી20 વર્લ્ડ કપ દરમિયાન સેમીફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ યુવરાજ સિંહની આક્રમક બેટિંગને આજે પણ યાદ કરવામાં આવે છે. આ મેચમાં યુવીએ 30 બોલમાં 70 રન ફટકાર્યા હતા. આ વિશ્વકપ ભારતીય ટીમે જીત્યો હતો. 


વિશ્વ કપ 2011:  આ વિશ્વ કપ યુવરાજ સિંહ માટે યાદગાર રહ્યો. તેણે આ ટૂર્નામેન્ટમાં 1 સદી અને 4 અડધી સદી ફટકારી. આ વિશ્વકપમાં તેણે બોલિંગથી પણ યોગદાન આપતા 15 વિકેટ ઝડપી હતી. આ કારણે તેને ચાર વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. વિશ્વકપ દરમિયાન શાનદાર પ્રદર્શન માટે તેને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. 


ટીમ ઈન્ડિયાના 'યુવરાજે' ક્રિકેટને કહ્યું અલવિદા, 19 વર્ષનું રહ્યું કરિયર

મહત્વનું છે કે 12 ડિસેમ્બરના જન્મેલો યુવરાજ સિંહ છેલ્લા બે વર્ષથી ટીમ ઈન્ડિયા માટે કોઈ ફોર્મેટમાં ક્રિકેટ રમી રહ્યો નથી. ખરાબ ફોર્મને કારણે તે ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. યુવરાજે ભારતીય ટીમ માટે પોતાની છેલ્લી વનડે મચે 30 જૂન 2017ના વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમી હતી. આ સિવાય યુવરાજે પોતાની અંતિમ ટી20 મેચ 1 ફેબ્રુઆરી 2017ના ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. યુવરાજ સિંહે પોતાની અંતિમ ટેસ્ટ મેચ ડિસેમ્બર 2012માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી.