આજ સુધી દુનિયા ભૂલી નથી યુવરાજના છ છગ્ગા, જુઓ વીડિયો

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન યુવરાજ સિંહે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી દીધી છે. 
 

આજ સુધી દુનિયા ભૂલી નથી યુવરાજના છ છગ્ગા, જુઓ વીડિયો

મુંબઈઃ ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન ક્રિકેટ યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી દીધી છે. તેવામાં તેના ફેન્ચ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં બીજીવાર છ છગ્ગા ફટકારતો તેને જોઈ શકશે નહીં. યુવરાજે ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડના સતત છ બોલ પર છ છગ્ગા ફટકાર્યા હતા. 

ભારતીય ટીમ માટે હંમેશાથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનારા યુવરાજ સિંહે સતત સારૂ પ્રદર્શન કર્યું છે. યુવરાજ સિંહે 2007માં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમતા ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડના છ બોલ પર સતત છ છગ્ગા ફટકારીને ઈતિહાસ રચી દીધો હતો. 

યુવરાજ સિંહ આ સિદ્ધિ મેળવનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. યુવરાજનો આ રેકોર્ડ હજુ સુધી કોઈ તોડી શક્યું નથી. યુવરાજ સિંહની તે સિક્સ જોઈને વિશ્વભરના ક્રિકેટ ફેન્ચ ચોંકી ગયા હતા. હકીકતમાં કોઈએ ન વિચાર્યું હતું કે ભારતીય ખેલાડી યુવરાજ સિંહ છ સિક્સનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 

મહત્વનું છે કે 12 ડિસેમ્બરના જન્મેલો યુવરાજ સિંહ છેલ્લા બે વર્ષથી ટીમ ઈન્ડિયા માટે કોઈ ફોર્મેટમાં ક્રિકેટ રમી રહ્યો નથી. ખરાબ ફોર્મને કારણે તે ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. યુવરાજે ભારતીય ટીમ માટે પોતાની છેલ્લી વનડે મચે 30 જૂન 2017ના વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમી હતી. આ સિવાય યુવરાજે પોતાની અંતિમ ટી20 મેચ 1 ફેબ્રુઆરી 2017ના ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. યુવરાજ સિંહે પોતાની અંતિમ ટેસ્ટ મેચ ડિસેમ્બર 2012માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news