Orean Keech Singh: પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહએ તેના પુત્રનું નામ ઘણું યુનિક રાખ્યું છે. તેનો ખુલાસો તેણે 19 જૂનના ફાધર્સ ડેના દિવસે કર્યો હતો. 2011 વર્લ્ડ કપના વિનર યુવરાજ અને તેની પત્ની હેજલ કીચે તેમના પુત્રનું નામ 'ઓરિયન કીચ સિંહ' રાખ્યું છે. યુવીએ પુત્રની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ક્રિકેટ જગતમાં યુવી એકલો દિગ્ગજ નથી, જેણે તેના પુત્રનું નામ અલગ રાખ્યું છે. તેનાથી પહેલા પણ ઘણા દિગ્ગજ છે, જેમણે તેમના બાળકોના નામ ઘણા યુનિક રાખ્યા છે. હવે વિરાટ કોહલીની જ વાત કરીએ તો, તેણમે તેની પુત્રીનું નામ વામિકા રાખ્યું છે.


બે બાળકોની માતાના પ્રેમમાં પડ્યો આ ભારતીય ક્રિકેટર, લગ્નના 8 વર્ષ બાદ લીધા છૂટાછેડા


ધોની- રોહિતની પુત્રીનું નામ પણ યુનિક
ટીમ ઇન્ડિયાને બે વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક પુત્રીના પિતા છે. તેમણે તમની પુત્રીનું નામ અલગ રાખ્યું છે. ધોનીએ તેમની પુત્રીનું નામ જીવા રાખ્યું છે. ત્યારે હાલના કેપ્ટન રોહિત શ્માએ તેમની પુત્રીનું નામ સમાયરા રાખ્યું છે.


કેમ ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી પોતાના હાથ પર લગાવે છે K અક્ષરનું સ્ટિકર? જાણો રસપ્રદ કિસ્સો


ગાંગુલી, સચિન અને સહેવાગના બાળકોના નામ
પૂર્વ લેજન્ડ સચિન તેંડુલકર એક પુત્ર અને એક પુત્રીના પિતા છે. સચિનના પુત્રનું નામ અર્જૂન છે, જે હાલ 22 વર્ષનો છે. જ્યારે પુત્રી 24 વર્ષની છે, જેનું નામ સારા તેંડુલકર છે. પૂર્વ કેપ્ટન અને હાલના બીસીસીઆઇ અધ્યક્ષ સૈરવ ગાંગુલીની પુત્રી 20 વર્ષની થઈ ચુકી છે. ગાંગુલીએ તેમની પુત્રીનું નામ સના રાખ્યું. જ્યારે વિરેન્દ્ર સહેવાગને બે પુત્ર છે. તે બંનેનું નામ અલગ રાખ્યા, સહેવાગના પુત્રના નામ આર્યવીર અને વેદાંત છે.


દીપિકા પાદુકોણની કેવી છે તબિયત, કેમ ગઈ હોસ્પિટલ? પ્રોડ્યૂસરે જણાવ્યો હાલ


આ સ્ટાર્સ બન્યા પુત્રીના પિતા
સચિન તેંડુલકર - સારા
સૌરવ ગાંગુલી - સના
વિરાટ કોહલી - વામિકા
રોહિત શર્મા - સમાયરા
મહેન્દ્ર સિંહ ધોની - જીવા
સુરેશ રૈના - ગ્રેસિયા
હરભજન સિંહ - હિનાયા


જાણો કેમ કર્મચારીઓ બદલે છે નોકરી, આ સર્વેમાં થયો આ ખુલાસો


આ પ્લેયર્સ બન્યા પુત્રના પિતા
સચિન તેંડુલકર - અર્જૂન
વીરેન્દ્ર સહેવાગ - આર્યવીર અને વેદાંત
હરભજન સિંહ - જોવન વીર સિંહ
શિખર ધવન - જોરાવર
દિનેશ કાર્તિક - કબીર અને જિયાન (જુડવા)
યુવરાજ સિંહ - ઓરિયન કીચ સિંહ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube