નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલના અંગત જીવનમાં કંઈક ગડબડ ચાલી રહી છે. આ વાત તેના ખુદના અને પત્ની ધનશ્રી વર્માના ઇન્સ્ટાગ્રામથી જાણવા મળી રહી છે. ધનશ્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ચહલ સરનેમ હટાવી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિવાય યુઝવેન્દ્ર ચહલે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી, તેણે લખ્યું હતું,  'New Life Loading'. પરંતુ ચહલે આ પોસ્ટ થોડીવાર બાદ હટાવી દીધી છે. ચહલની આ પોસ્ટ અને ધનશ્રીની સરનેમ હટાવ્યા બાદ બંનેના સંબંધો વચ્ચે અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. 


સોશિયલ મીડિયા પર યૂઝર્સ અલગ-અલગ વાતો કરી રહ્યાં છે. તેમાં બ્રેકઅપને લઈને પણ દાવો કરવામાં આવી રહ્યો છે. ધનશ્રીએ ચહલ સરનેમ હટાવ્યા બાદ પહેલી પોસ્ટ કરી, જેમાં તેણે દર્દમાં હોવાનો સંકેત આપ્યો. ધનશ્રીએ પોસ્ટમાં લખ્યું- એક રાજકુમારી હંમેશા પોતાના દર્દને શક્તિમાં બદલી દેશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube