નવી દિલ્હી: અગ્રણી વાહન નિર્માતા કંપની હ્યુંડાઇ મોટર્સ ઇન્ડીયન માર્કેટમાં મંગળવારે પોતાની વધુ એક હેચબેક કાર લોન્ચ કરવા જઇ રહી છે. આ કાર હ્યુંડાઇ ગ્રાંડ આઇ10 નું અપગ્રેડેડ વર્જન હશે. આ પહેલાં કંપનીએ જુલાઇની શરૂઆતમાં ઇલેક્ટ્રિક એસયૂવી કોના (SUV KONA) ને લોન્ચ કરી હતી, આ કારને લોકોને ખૂબ પસંદ કરવામાં આવી હતી. કંપની દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર 20 ઓગસ્ટના રોજ હ્યુંડાઇ ગ્રાંડ આઇ10 નિયોસ  (Hyundai Grand i10 Nios) ને લોન્ચ કરવામાં આવશે. લોન્ચિંગ પહેલાં જ કાર કંપનીની ડીલરશિપ સુધી પહોંચી ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

11,000 રૂપિયાના ટોકન અમાઉન્ટ પર બુકિંગ
હ્યુંડાઇ દ્વારા કારના બુકિંગ પહેલાં જ શરૂ થઇ ચૂકી છે. તમે પણ 11,000 રૂપિયાની ટોકન અમાઉન્ટ આપીને કાર બુક કરાવી શકો છો. જોકે કારની કિંમત અને ઉપલબ્ધતા વિશે મંગળવારે લોન્ચિંગ ઇવેન્ટ દરમિયાન જ જાણકારી આપવામાં આવશે. કંપનીએ ગ્રાંડ આઇ10 નિયોસ નામ ફક્ત ઇન્ડીયન માર્કેટ માટે જ આપવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં તેનું વેચાણ આઇ10 (i10) નામ જ હશે. 


આઇ10 ના ઉપલબ્ધ મોડલથી અલગ હશે લુક
કારના લુકની વાત કરીએ તો આ આઇ10 ના ઉપલબ્ધ મોડલથી ખૂબ અલગ હશે. આ કાર આવ્યા બાદ હાલની ગ્રાંડ આઇ10 બંધ નહી થાય. નવી કાર હાલની ગ્રાંડ10 અને આઇ20 વચ્ચેનું સેગ્મેંટ હશે. તેની ડિઝાઇન સેંટ્રો સાથે મળે છે. કારનો ફ્રંટ લુક પણ ખૂબ દમદાર લાગે છે. પાછળ તરફથી બંપર પહેલાના મુકાબલે પહોળી અને નીચે લાગેલ છે. તેનાથી નવી કારનો રિયર લુક સ્પોર્ટી દેખાઇ છે.


કારમાં નવું ડેશબોર્ડ અને 8 ઇંચની ટચસ્ક્રીન ઇંફોટેનમેંટ સિસ્ટમ હોવાની આશા છે. કારમાં ઓટોમેટિક એસી, સનરૂફ, એંડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે અને હ્યુંડાઇ બ્લૂલિંક કનેક્ટિવિટી સિસ્ટમ જેવા ફીચર્સ હોઇ શકે છે. એ પણ આશા છે કે હાલની ગ્રાંડ i10 માફક તેમાં 1.2 લીટરનું પેટ્રોલ અને 1.2 લીટરનું ડીઝલ એંજીન હશે. કિંમત વિશે આશા છે કે આ ગ્રાંડ i10થી વધુ હશે.