નવી દિલ્હીઃ Reliance Jio Republic Day Offer રિલાયન્સ જિયો પોતાના વર્તમાન અને નવા ગ્રાહકો માટે રિપબ્લિક ડે ઓફર લાવ્યું છે. ઓફર હેઠળ 2999 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર ગ્રાહકને 3 હજાર રૂપિયાથી વધુના કૂપન મળશે. આ કૂપનનો ઉપયોગ શોપિંગ, ટ્રાવેલિંગ અને ખાવા-પીવાનું બિલ ભરવામાં કરી શકાશે. જ્યારે ગ્રાહક રિચાર્જ કરાવશે તો તેને મળનાર કૂપન તત્કાલ માય જિયો એપમાં દેખાશે. ઓફરનો ફાયદો માત્ર 31 જાન્યુઆરી સુધી ઉઠાવી શકાય છે. જો યૂઝર્સ આ વાર્ષિક પ્લાનનું રિચાર્જ કરાવે તો તેને ફાયદો પણ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

365 દિવસની વેલિડિટી
રિલાયન્સ જિયોની ઓફરમાં તમારે 2999 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. તેમાં તમને દરરોજ 2.5 જીબી ડેટા મળશે. આ સિવાય તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 ફ્રી એસએમએસનો લાભ મળશે. આ સાથે તમને જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે. જો તમે આ પ્લાનનો મહિનાનો ખર્ચ ગણો તો 249 રૂપિયા જેટલો આવે છે. એટલે કે તમે દર મહિને રિચાર્જ કરાવતા હોવ તો તેના કરતા આ વાર્ષિક પ્લાન સસ્તો પડે છે, સાથે તેમાં તમને વધુ ડેટાનો લાભ પણ મળે છે. 


2499 રૂપિયાના શોપિંગ પર 500 રૂપિયાની છૂટ
સૌથી પહેલા શોપિંગની વાત કરીએ તો AJIO એપથી 2499 રૂપિયાની ખરીદી પર ગ્રાહકોને 500 રૂપિયાની છૂટ મળશે. સાથે ટીરાથી બ્યૂટી પ્રોડક્ટ ખરીદવા પર ગ્રાહકને 30 ટકા ડિસ્કાઉન્ટ મળશે, જે વધુમાં વધુ 1000 રૂપિયા મળી શકે છે. રિલાયન્સ ડિજિટલમાંથી ઓછામાં ઓછી 5000 ની ખરીદી પર 10 ટકાની છૂટ મળશે. રિલાયન્સ ડિજિટલની છૂટની મર્યાદા 10 હજાર રૂપિયા સુધી સીમિત છે. 


આ પણ વાંચોઃ તમારી ગાડીમાં અચૂક હોવી જોઈએ આ વસ્તુઓ, સેલ મારતા પહેલાં કરી લેજો ચેક


ફ્લાઇટ ટિકિટ પર 1500 રૂપિયાની છૂટ
ટ્રાવેલિંગની વાત કરીએ તો ઈક્સિગોથી હવાઈ ટિકિટ બુક કરવા પર 1500 રૂપિયા સુધીની છૂટ મળશે. 1 યાત્રી ટિકિટ પર 500 રૂપિયા, 2 ટિકિટ પર 1000 રૂપિયા અને 3 ટિકિટ પર 1500 રૂપિયાની છૂટ નક્કી કરવામાં આવી છે. જો તમે ઓનલાઈન ફૂડ મંગાવો છો તો સ્વિગી એપથી 125 રૂપિયાની છૂટ લઈ શકો છો. તે માટે તમારે ઓછામાં ઓછા 299 રૂપિયાનો ઓર્ડર કરવો પડશે. 


જિયો રિચાર્જ ફ્રી
તેવામાં જુઓ તો જિયો યૂઝર્સ રિપબ્લિક ડે ઓફર હેઠળ 2999 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર 3 હજારથી વધુના કૂપન મળશે. આ રીતે જુઓ તો તમે કૂપનનો ફાયદો ઉઠાવી ફ્રીમાં રિચાર્જ કરાવી શકો છો.