નવી દિલ્હી: ચાઇનીઝ સ્માર્ટફોન મેકર શાઓમી (Xiaomi) એ ભારતીય બજારમાં Redmi Note 7S લોન્ચ કર્યો. આ સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. તેની શરૂઆતી કિંમત 10,999 રૂપિયા છે. 23 મેથી આ સ્માર્ટફોન ઓનલાઇન ઉપલબ્ધ હશે. તેના બે મોડલ લોન્ચ કર્યા છે. 3GB+32GB વેરિએન્ટની કિંમત 10999 રૂપિયા અને 4GB+32GB વેરિએન્ટની કિંમત 12999 રૂપિયા છે. આ ફોન સફાઇર બ્લૂ, રૂબી રેડ, ઓનિક્સ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરબીઆઇ જાહેર કરશે 10 રૂપિયાની નવી નોટ, જાણો શું હશે ફીચર


Redmi Note 7S સ્પેસિફિકેશન્સ
તેની 6.3 ઇંચની ફૂલ એચડી સ્ક્રીન છે તેનું રિઝોલ્યૂશન 2340×1080 પિક્સલ છે. તેમાં ક્વોલકમ સ્નૈપડ્રૈગન 660 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં ડુઅલ રિયર કેમેરા સેટ અપ આપવામાં આવ્યો છે. પ્રાઇમરી સેંસર 48 મેગાપિક્સલ અને સેંકેંડ્રી સેંસર 5 મેગાપિક્સલ છે. સેલ્ફી કેમેરા 13 મેગાપિક્સલ છે. સેલ્ફી કેમેરામાં AI પોર્ટેટ મોડ અને નાઇટ ફોટોગ્રાફી જેવા સ્પેશિયલ ફીચર આપવામાં આવ્યા છે. તેની બેટરી 400mAh ની છે.

સતત બીજા દિવસે મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ, આ રહ્યો આજનો ભાવ