આરબીઆઇ જાહેર કરશે 10 રૂપિયાની નવી નોટ, જાણો શું હશે ફીચર

ભારતીય રિઝર્વ બેંક (RBI) 10 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. નવી નોટ પર ગર્વનર શક્તિકાંત દાસની સહી હશે. રિઝર્વ બેંકે નિવેદનમાં અખ્યું કે રિઝર્વ બેંક મહાત્મા ગાંધી (નવી) સિરીઝમાં 10 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. તેના પર ગર્વનર દાસની સહી હશે. આ નોટની ડિઝાઇન મહાત્મા ગાંધી (નવી) સીરીઝની 10 રૂપિયાની બેંક નોટની માફક હશે. કેંદ્વીય બેંકે કહ્યું કે પૂર્વમાં ઇશ્યૂ 10 રૂપિયાની બધી નોટ ચલણમાં યથાવત રહેશે.  
આરબીઆઇ જાહેર કરશે 10 રૂપિયાની નવી નોટ, જાણો શું હશે ફીચર

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI) 10 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. નવી નોટ પર ગર્વનર શક્તિકાંત દાસની સહી હશે. રિઝર્વ બેંકે નિવેદનમાં અખ્યું કે રિઝર્વ બેંક મહાત્મા ગાંધી (નવી) સિરીઝમાં 10 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. તેના પર ગર્વનર દાસની સહી હશે. આ નોટની ડિઝાઇન મહાત્મા ગાંધી (નવી) સીરીઝની 10 રૂપિયાની બેંક નોટની માફક હશે. કેંદ્વીય બેંકે કહ્યું કે પૂર્વમાં ઇશ્યૂ 10 રૂપિયાની બધી નોટ ચલણમાં યથાવત રહેશે.  

RBI આ નોટોને પણ ઇશ્યૂ કરશે
નવી RBI ગર્વનર શક્તિકાંત દાસના સહીવાળી મહાત્મા ગાંધી ન્યૂ સીરીઝમાં 200 અને 500 રૂપિયાની નવી નોટોને ઇશ્યૂ કરવાની ભારતીય રિઝર્વ બેંકે જાહેરાત કરી હતી. તો બીજી તરફ આરબીઆઇ દ્વારા 20 રૂપિયાની નવી નોટ ઇશ્યૂ કરવાની વાત કહી હતી. પરંતુ આરબીઆઇએ એ પણ કહ્યું કે 20 રૂપિયાની જૂની પણ ચાલુ રહેશે. 

કંઇક આવી હશે 20 રૂપિયાની નવી નોટ
RBI દ્વારા જાહેર કરવામાં આવેલી જાણકારી અનુસાર 20 રૂપિયાની નવી નોટનો રંગ લીલાશ સાથે પીળો હશે. આ નોટ લગભગ 29 મિમી લાંબી અને 63 મિમી પહોળી હશે. નોટની પાછળના ભાગ પર ઇલોરાની ગુફાઓનું ચિત્ર હશે આ દેશની સંસ્કૃતિને પ્રદર્શિત કરશે તે પાછળ ડાબી તરફ, સ્વચ્છ ભારતનો લોકો સ્લોગનની સાથે અને ભાષાની પટ્ટી હશે. 

નોટ પર હશે આ ફીચર
નવી નોટના આગળના ભાગ પર મહાત્મા ગાંધીનું ચિત્ર બનેલું છે તો આગળની સાઇટ પર નોટનું મૂલ્ય હિંદી અને અંગ્રેજી અંકમાં લખેલું હશે. ભારતીય રિઝર્વ બેંક, ભારત, India અને 20 માઇક્રો લેટર્સના રૂપમાં હશે. નોટના આગામી ભાગમાં ગેરેન્ટી ક્લોજ, ગર્વનરના હસ્તાક્ષર, નોટની જમણી તરફ અશોક સ્તંભ હશે. આરબીઆઇનું પ્રતીક ચિહ્ન જમણી તરફ હશે. નોટનો નંબર જમણી તરફથી વધતા આકારમાં હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news