નવી દિલ્હીઃ ઓક્ટોબર, 2022ના બીજા સપ્તાહમાં દેશમાં 5જી મોબાઇલ સેવાની શરૂઆત થઈ જશે. દૂરસંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ કે 12 ઓક્ટોબર 2022 સુધી દેશમાં 5જી મોબાઇલ સર્વિસને લોન્ચ કરી દેવામાં આવશે, ત્યારબાદ દેશના નાના-મોટા બધા શહેરોમાં સેવાનો વિસ્તાર કરવામાં આવશે. ટેલીકોમ કંપનીએ કહ્યું કે 5જી સર્વિસ સસ્તી રહે તેવો પ્રયાસ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અશ્વિની વૈષ્ણવે કહ્યુ, અમને આશા છે કે આગામી બેથી ત્રણ વર્ષમાં દેશના દરેક ખુણામાં 5જી સર્વિસ ઉપલબ્ધ હશે. તેમણે કહ્યું કે અમારો પ્રયાસ છે કે જલદીથી જલદી 5જી મોબાઇલ સર્વિસ રોલઆઉટ થાય. ટેલીકોમ કંપની આ દિશામાં કાર્ય કરી રહી છે અને ઇન્સ્ટોલેશનનું કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરતા કહ્યું કે 12 ઓક્ટોબર સુધી 5જી સર્વિસ શરૂ થઈ જશે અને ત્યારબાદ દેશભરના શહેરોને આ સેવા સાથે જોડવામાં આવશે. 


આ પણ વાંચોઃ Amazon Deal: માત્ર 10 હજારમાં ખરીદો સેમસંગનો ધાંસૂ ફોન, મળશે 50MPનો કેમેરો  


5જી સ્પેક્ટ્રમની હરાજીમાં સ્પેક્ટ્રમ હાસિલ કરનારી કંપનીઓએ સરકારને ચુકવણી કરી દીધી છે. ભારતીય એરટેલે 5જી હરાજીમાં હાસિલ કરેલા સ્પેક્ટ્રમ માટે 8,312.4 કરોડ રૂપિયાનું પેમેન્ટ કરી દીધું છે. રિલાયન્સ જિયોએ 7864 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો ચુકવી દીધો છે. બધી ટેલીકોમ કંપનીઓ દ્વારા 17876 કરોડ રૂપિયાની ચુકવણી કર્યા બાદ સ્પેક્ટ્રમ એલોટ થઈ ગયા છે. થોડા સમય પહેલા ટેલીકોમ મંત્રીએ કંપનીઓને 5જી મોબાઇલ સેવા લોન્ચ કરવા માટે તૈયાર રહેવાનું કહ્યું હતું. 


સ્પેક્ટ્રમની બોલીનું ટેલીકોમ કંપનીએ ચુકવણી કરી તો સરકારે સ્પેક્ટ્રમની ફાળવણી પણ કરી દીધી છે. સરકારના આ પગલા બાદ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે ભારતી એરટેલના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે પ્રશંસા કરી હતી. સુનીલ ભારતી મિતલે કહ્યુ કે કોઈ ઝંઝટ નથી, કોઈ ફોલોઅપ નહીં, સત્તાની આસપાસ દોડવાની દરકાર નહીં અને કોઈ લાંબો દાવો નહીં. દૂરસંચાર વિભાગની સાથે મારા 30 વર્ષ કરતા વધુ વર્ષના અનુભવમાં આવું પ્રથમવાર થયું છે. બિઝનેસ આ રીતે થવો જોઈએ. સુનીલ ભારતી મિત્તલે કહ્યુ કે સરકારને પેમેન્ટ કરવાના થોડા કલાકોમાં એરટેલને સ્પેક્ટ્રમની ફાળવણી કરી દેવામાં આવી છે. સ્પેક્ટ્રમની સાથે ઈ-બેન્ડ પણ ફાળવી દેવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube