નવી દિલ્હી: લોકડાઉન (Lockdown)માં પણ જે ઉત્પાદનો હાથોહાથ વેચાઇ રહ્યા છે તે છે સ્માર્ટફોન. ગત લાંબા સમયથી લોકો શોપિંગ કરી શકતા ન હતા. આ દરમિયાન Realme કંપનીએ જાણકારી આપી હતી કે તેમનો નવો સ્માર્ટફોન Realme Narzo 10 એ સેલમાં પણ એક નવો રેકોર્દ બનાવી લીધો છે. સેલ ખુલતાં જ માત્ર 3 મિનિટમાં Realme Narzo 10 ના 70,000 હેન્ડસેટ વેચાઇ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

11,999 ની કિંમતે લોકોનું મન જીતી લીધું
રિયલમી કંપનીએ પોતાના ટ્વિટ દ્વારા જાણકારી આપી હતી કે સેલ ખુલતાં જ ત્રણ મિનિટમાં તેમના તમામ ફોન વેચાઇ ગયા. કંપનીએ પહેલાં તબક્કામાં 70,000 ફોન વેચવાનો ટાર્ગેટ મુક્યો હતો. આ સાથે જ કંપનીએ આ ટ્વિટમાં યૂઝર્સના આ પ્રેમ માટે આભાર પણ વ્યક્ત કર્યો હતો. કંપનીએ ટ્વિટમાં રિયલમી નાર્ઝો 10ને સેગમેંટનો સૌથી પાવરફૂલ ક્વોડ કેમેરા સેટઅપ વાળો સ્માર્ટફોન પણ ગણાવ્યો છે. 


આ છે ફિચર્સ
રિયલમીના નવા સીરીઝમાં બે સ્માર્ટફોન છે. તેમાં નાઝરે-10 અને નાઝરે-10એ સામેલ છે. આ બજેટ સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોનની ખાસિયતો વિશે વાત કરીએ તો રિયલમી નાઝરે-10 પાછળ ક્વાડ-કેમેરા આપવાની આશા છે. જ્યારે નાઝરે-10એ માં ટ્રિપલ કેમ્રા મોડ્યૂલ હશે. સ્માર્ટફોન્સમાં 6.5 ઇંચ ડિસ્પ્લે છે અને 5,000 એમએએચની મોટી બેટરી સાથે ઉપલબ્ધ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube