વોટ્સએપ પોતાના યુઝરના એક્સિપિરિયન્સને વધુ સારો બનાવવા માટે નવા નવા અપડેટ લાવતું રહે છે. હવે આમ જ વોટ્સએપ એક નવું અપડેટ લાવ્યું છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, મેટાની આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ ડિલિટ મેસેજ ફોર એવરીવન ફિચર માટે અપડેટ લાવી રહ્યું છે. જેના થકી વપરાશકર્તા લાંબા સમય બાદ પણ મેસેજને ડિલિટ ફોર એવરિવન કરી શકશે. વોટ્સએપનું આ નવું ફિચર હાલ તો કેટલાક બીટા ટેસ્ટર માટે જ ઉપલબ્ધ કરાવાયું છે. આને લઈને WA બીટા ઈન્ફોએ રિપોર્ટ કર્યો છે. આપને જણાવી દઈએ કે WA બીટા ઈન્ફો વોટ્સએપના અપકમિંગ ફીચર પર નજર રાખે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આનાથી યુઝરને વોટ્સએપમાં થનારા લેટેસ્ટ ફેરફાર વિશે પૂરી જાણકારી મળી જાય છે. વોટ્સએપનું આ નવું ફિચર ઘણા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. કંપનીનું ડિલિટ ફોર એવરીવન ફિચર એક કલાક આઠ મીનિટ અને સોળ સેકન્ડની લિમીટ સાથે આવે છે. હવે જે અપડેટ આવશે તેની ટાઈમ લીમીટ વધારી દેવાઈ છે. રિપોર્ટ અનુસાર, આની ટાઈમ લીમીટ વધારીને બે દિવસ અને બાર કલાક કરી દેવામાં આવી છે. આને લઈને WA બિટા ઈન્ફોએ સ્ક્રિનશોટ પણ શેર કર્યો છે. 


લો...હવે સ્કૂટર પણ આપોઆપ કંટ્રોલ થઈ જશે, ફિચર્સ જાણીને દંગ રહી જશો


એકદમ તગડો રિચાર્જ પ્લાન, મળશે આખું વર્ષ વેલિડિટી, ફ્રી કોલ, ડેટા અને ઢગલો ફાયદા


જિયો યૂઝર્સ માટે ખુશખબર, 'છોટા પેક બડા ધમાકા' જેવી જબરદસ્ત ઓફર, ડેટાનું ટેન્શન ખતમ!


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube