દુનિયાભરની એપને જબરદસ્ત ટક્કર આપી રહી છે આપણી Aarogya Setu app, બનાવ્યો નવો રેકોર્ડ
દેશભરમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે પણ આરોગ્ય સેતુ એપ પર લોકોનો ભરોસો વધી રહ્યો છે. કોરોના વાયરસને ટ્રેક કરનારી આ સરકારી એપ મે મહિના પણ દુનિયાની ટોપ 10 ડાઉનલોડ કરાયેલી મોબાઈલ એપમાંની એક બની હતી. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે શનિવારે આ અંગે જાણકારી આપી.
નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે પણ આરોગ્ય સેતુ એપ પર લોકોનો ભરોસો વધી રહ્યો છે. કોરોના વાયરસને ટ્રેક કરનારી આ સરકારી એપ મે મહિના પણ દુનિયાની ટોપ 10 ડાઉનલોડ કરાયેલી મોબાઈલ એપમાંની એક બની હતી. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે શનિવારે આ અંગે જાણકારી આપી.
ટ્વીટથી આપી જાણકારી
અમિતાભ કાંતે ટ્વીટ કરીને કહ્યું કે આરોગ્ય સેતુ એપ લોન્ચ થયા બાદ મે મહિનામાં સતત બીજા મહિને દુનિયાભરમાં ટોચની 10 ડાઉનલોડ કરાયેલી મોબાઈલ એપમાંથી એક બની છે. ભારતે કોવિડ 19 મહામારીનો મુકાબલો કરવા માટે પ્રભાવી ઢબે ટેક્નોલોજીનો લાભ ઉઠાવવાના મામલે દુનિયાનું નેતૃત્વ કર્યું છે. અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલના રોજ રાષ્ટ્રના નામે સંબોધનમાં લોકોને આ એપ ડાઉનલોડ કરવાની અપીલ કરી હતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube