Electric Motorcycle: ABZO મોટર્સે ગુજરાતમાં આ પ્રકારની તેની સૌપ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ (ઈ-બાઇક) ABZO VS01ને લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ઈ-બાઇકને હાલમાં એક વેરિયન્ટમાં લૉન્ચ કરવામાં આવી છે અને તેની કિંમત લગભગ રૂ. 1.8 લાખથી રૂ. 2.22 લાખ સુધીની રહેશે. ABZO VS01માં 72 V 70Ahની લિથિયમ-આયન બેટરી હશે, જે આ ઈ-બાઇકને સંપૂર્ણપણે ચાર્જ કરવા પર 180 કિલોમીટરની માઇલેજ આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમ સાથે 1524 દિવસ બાદ બન્યો વિચિત્ર સંયોગ, કરોડો ફેંસના વધી ગયા ધબકારા!
જો તમે પણ ઉપવાસમાં રાજગરો ખાતા હોવ તો જાણી લો ફાયદા, આ દર્દીઓ માટે છે આર્શિવાદરૂપ
ગજકેસરી યોગ પણ નહી બચાવી શકે આ રાશિઓને, રાહુ-કેતુ કરાવશે મોટી નુકસાન


અત્યાધુનિક અને આધુનિક ડીઝાઇન ધરાવતી આ ઈ-બાઇકમાં આગળ અને પાછળની બાજુએ એલઇડી લાઇટ્સ હશે, તેમાં ટ્યુબલેસ ટાયરની સાથે 17-ઇંચના એલોય વ્હિલ્સ, 1,473 મિમીનો વ્હિલબેઝ, 158 મિમીનો ગ્રાઉન્ડ ક્લીયરન્સ હશે અને તેની સીટની ઊંચાઈ 700 મિમીની હશે. આ ઈ-બાઇક ઉત્તમ કાર્યક્ષમતા માટે 45 કિમી પ્રતિ કલાક, 65 કિમી પ્રતિ કલાક અને 85 કિમી પ્રતિ કલાક એમ અલગ-અલગ સ્પીડ પર અનુક્રમે ત્રણ મૉડમાં ચાલે છેઃ ઇકો, નોર્મલ અને સ્પોર્ટ્સ. ABZO VS 01, 6.3 KWનો મહત્તમ પાવર પ્રાપ્ત કરી 190 Nmનો મહત્તમ ટોર્ક આપે છે.


ભારતીય પાસપોર્ટની આ છે તાકાત : દુનિયાના આ 57 દેશોમાં વિઝા ફ્રી મળે છે એન્ટ્રી
ગૂગલ મેપ્સે કરાવ્યા છૂટાછેડા! પ્રેમી સાથે રોમાન્સ કરતી પત્નીની તસવીરો કરી દીધી જાહેર
આ દેશોમાં કમાવવા જશો તો ભીખારી થઈને રિટર્ન આવશો, વિદેશ જતાં પહેલાં 1000 વાર વિચારજો


ABZOએ તેમના આ નવી શ્રેણીમાં સુરક્ષા વિશેષતાઓનો સમાવેશ કરવામાં આવે તેનું પુરતું ધ્યાન રાખ્યું છે. આ બાઇકના આગળ અને પાછળ એમ બંને વ્હિલમાં સીબીએસ અને ડિસ્ક બ્રેક ધરાવે છે, જે ફ્રન્ટ ટેલીસ્કૉપિક ફોર્ક સસ્પેન્શનની સુવિધા આપે છે તથા તે વિવિધ પ્રકારના પ્રદેશોમાં બાઇકને ચલાવવા માટે ડ્યુઅલ શૉક એબ્ઝોબર રીયર સસ્પેન્શનથી સજ્જ છે. આ બાઇક રીવર્સ મૉડને સપોર્ટ કરે છે તથા ડિજિટલ ક્લસ્ટર અને રીજનરેટિવ બ્રેકિંગ ફીચર્સ પણ ધરાવે છે. આ ઉપરાંત, ABZOએ એવી લેટેસ્ટ ટેકનોલોજી રજૂ કરી છે, જેની મદદથી બેટરીને ફાસ્ટ ચાર્જિંગ મૉડ અને નોર્મલ ચાર્જિંગ મૉડમાં ચાર્જ કરી શકાય છે. આ બેટરીને સંપૂર્ણપણે ચાર્જ થવામાં 6 કલાક અને 35 મિનિટ (નોર્મલ મૉડમાં) અને 3 કલાક અને 20 મિનિટ (ફાસ્ટ ચાર્જિંગ મૉડમાં) લાગે છે.


WATCH: આવી દિવાનગી, ક્યારેય જોઇ નહી હોય... જીભ વડે બનાવી તસવીર, VIDEO વાયરલ
કેન્સર અને હાર્ટએટેક જેવા રોગોને દૂર રાખવા હોય છે તો આજે ડાયટમાં સામેલ કરો આ ફૂડ્સ
કાજુ ખાતા હશો તો દવાઓની કોઇ નહી થાય અસર, આ લોકોને ફાયદાને બદલે થશે નુકસાન!


ABZO મોટર્સનાં સહ-સ્થાપક કાંચી પટેલએ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક બાઇક્સ એ ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય છે અને ગુજરાત ટુ-વ્હિલર્સ અને ફૉર વ્હિલર્સ સહિત ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનના હબ તરીકે ઉભરી રહ્યું છે. આથી, અમારુ હૉમ ગ્રાઉન્ડ ગુજરાત એક સહજ પસંદગી હોય તે સ્વાભાવિક છે. કાંચી પટેલે આગળ જણાવ્યું હતું કે, ‘ABZO ઈ-બાઇક્સને ડીલરોના નેટવર્ક મારફતે સમગ્ર ભારતમાં તબક્કાવાર રીતે લૉન્ચ કરવામાં આવશે. અમારો ઉદ્દેશ્ય ગુજરાતમાં અમારી ઉપસ્થિતિને વિસ્તારવાનો તથા બાઇકની બીજી કેટેગરી - સ્ટાન્ડર્ડ બાઇક સહિત વધુને વધુ ઉત્પાદનો ઉમેરી અમારી પ્રોડક્ટ લાઇનનું વૈવિધ્યકરણ કરવાનો છે.’


ABZO મોટર્સનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પ્રથમ વર્ષે 9,000 યુનિટની ઉત્પાદન ક્ષમતા સાથે તેની કામગીરી આરંભશે, જેના પછી બીજા વર્ષે 15,000 યુનિટ, ત્રીજા વર્ષે 24,000 યુનિટ, ચોથા વર્ષે 40,000 યુનિટ અને પાંચમા વર્ષે 60,000 યુનિટ સુધીનું વિસ્તરણ કરવાનું આયોજન છે.


પૈસાના અભાવે હોટલોમાં લોકોના પડખાં ગરમ કરતી હતી આ હિરોઈન, AIDS થી થયું હતું મોત
સિંગરની પત્ની કપડાં વિના ઘરની બહાર નીકળી, પ્રાઈવેટ પાર્ટને ઓશીકા વડે છુપાવ્યો અને...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube