ભારતીય પાસપોર્ટની આ છે તાકાત : દુનિયાના આ 57 દેશોમાં વિઝા ફ્રી મળે છે એન્ટ્રી, આ છે લિસ્ટ

Visa free countries for india: જ્યાં ભારતીય નાગરિકોએ જવા માટે પહેલાં વિઝા માટે અરજી કરવી પડે છે. તપાસ બાદ જ તેમને વિઝા આપવામાં આવે છે. આ દેશોમાં અમેરિકા, ચીન, જાપાન, રશિયા અને યુરોપિયન યુનિયનના તમામ દેશોનો સમાવેશ થાય છે.

ભારતીય પાસપોર્ટની આ છે તાકાત : દુનિયાના આ 57 દેશોમાં વિઝા ફ્રી મળે છે એન્ટ્રી, આ છે લિસ્ટ

visa free countries for indians 2023: જો તમે વિદેશ પ્રવાસની તૈયારી કરી રહ્યા છો, તો એવા 57 દેશો છે જ્યાં તમે વિઝા માટે અરજી કરવાની મુશ્કેલીમાંથી બચી શકશો. હા, કાં તો આ દેશો ભારતીય પાસપોર્ટ પર વિઝા ફ્રી એન્ટ્રી આપે છે અથવા વિઝા ઓન અરાઈવલનો વિકલ્પ આપવામાં આવે છે.

જ્યારે કોઈપણ ભારતીયને બીજા દેશમાં જવાનું હોય ત્યારે તેનો પાસપોર્ટ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની જાય છે. વાસ્તવમાં, તમારા દેશના પ્રવાસીઓને કેટલા દેશો સુવિધાઓ આપી રહ્યા છે, તે તમારા પાસપોર્ટના વૈશ્વિક રેન્કના આધારે નક્કી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ રેન્કિંગમાં ભારત હવે 80માં સ્થાને પહોંચી ગયું છે. આ વખતે ભારતીય પાસપોર્ટ વર્ષ 2022ના હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ રેન્કિંગ કરતા 5 સ્થાન ઉપર છે.

ભારતીય પાસપોર્ટ ધારકોને હાલમાં 57 દેશોમાં મુસાફરી કરવા માટે વિઝા માટે અરજી કરવાની જરૂર નથી. આ દેશોમાં ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી મળે છે અથવા વિઝા ઓન અરાઈવલની સુવિધા આપવામાં આવે છે. વિઝા ઓન અરાઈવલમાં, મુસાફરોને સંબંધિત દેશમાં પહોંચ્યા પછી તરત જ એરપોર્ટ પર વિઝા આપવામાં આવે છે. તેની પ્રક્રિયા પણ સરળ છે, જેના કારણે મુસાફરોને ઘણો ફાયદો થાય છે.

બીજી તરફ, 177 દેશો એવા છે જ્યાં ભારતીય નાગરિકોએ જવા માટે પહેલાં વિઝા માટે અરજી કરવી પડે છે. તપાસ બાદ જ તેમને વિઝા આપવામાં આવે છે. આ દેશોમાં અમેરિકા, ચીન, જાપાન, રશિયા અને યુરોપિયન યુનિયનના તમામ દેશોનો સમાવેશ થાય છે.

સિંગાપોરનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ
હેનલી રિપોર્ટ અનુસાર, જાપાનને પાછળ છોડીને સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બની ગયો છે. સિંગાપોર પાસપોર્ટ વિશ્વના 192 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી આપે છે. જ્યારે છેલ્લા 5 વર્ષથી નંબર વન રહેતું જાપાન હવે ત્રીજા નંબરે પહોંચી ગયું છે. બીજી તરફ પહેલા નંબર પર રહેતું અમેરિકા હવે આઠમાં નંબરે પહોંચી ગયું છે.

ભારતમાંથી આ 57 દેશોમાં જવા માટે વિઝા ફ્રી અથવા વિઝા ઓન અરાઈવલ વિકલ્પ ઉપલબ્ધ છે. સંપૂર્ણ યાદી વાંચો.

1. ફિજી
2. માર્શલ આઈલેન્ડ
3. માઇક્રોનેશિયા
4. નિયુ
5. પલાઉ આઇલેન્ડ
6. સમાઓ
7. તુવાલુ
8. વનુઆટું
9. ઈરાન
10. જોર્ડન
11. ઓમાન
12. કતાર
13. અલ્બાનિયા
14. સર્બિયા
15. બાર્બાડોસ
16. બ્રિટિશ વર્જિન આઈલેન્ડ
17. ડોમિનિકા
18. ગ્રેનેડા
19. હૈતી
20. જમૈક
21. મોન્ટસેરાત
22. સેન્ટ કિટ્સ અને નેવિસ
23. સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેજિયન્સ
24. ત્રિનિદાદ અને ટોબેગો
25. કંબોડિયા
26. ઇન્ડોનેશિયા
27. ભુતાન
28. સેન્ટ લુસિયા
29. લાઓસ
30. મકાઉ
31. માલદીવ્સ
32. મ્યાનમાર
33. નેપાળ
34. શ્રીલંકા
35. થાઈલેન્ડ
36. તિમોર-લેસ્ટે
37. બોલિવિયા
38. ગેબોન
39. ગિની-બિસાઉ
40. મેડાગાસ્કર
41. મોરિટાનિયા
42. મોરેશિયસ
43. મોઝામ્બિક
44. રવાન્ડા
45. સેનેગલ
46. ​​સેશેલ્સ
47. સિએરા લિયોન
48. સોમાલિયા
49. તાંઝાનિયા
50. ટોગો
51. ટ્યુનિશિયા
52. ઝિમ્બાબ્વે
53. કેપ વર્ડે ટાપુઓ
54. કોમોરો આઈલેન્ડ
55. બુરુન્ડી
56. કઝાકિસ્તાન
57. અલ સાલ્વાડોર

આ દેશનો દુનિયાનો સૌથી નબળો પાસપોર્ટ છે
નવીનતમ રેન્કિંગ અનુસાર, સિંગાપોર પાસે વિશ્વમાં સૌથી મજબૂત પાસપોર્ટ છે, જ્યારે અફઘાનિસ્તાનનો પાસપોર્ટ સૌથી નબળો છે. આ યાદીમાં અફઘાનિસ્તાન પછી ઈરાક અને સીરિયા આવે છે. પાકિસ્તાનના પાસપોર્ટની હાલત પણ ખૂબ જ ખરાબ છે. પાકિસ્તાનનો પાસપોર્ટ વિશ્વનો ચોથો સૌથી નબળો પાસપોર્ટ છે. પાકિસ્તાનને માત્ર 33 દેશોમાં જ વિઝા ફ્રી એન્ટ્રી મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news