નવી દિલ્હીઃ Ambrane એ ભારતમાં પોતાની પ્રોડક્ટ લાઇનઅપ વિસ્તાર આપતા Force 10K પાવર બેન્ક લોન્ચ કરી છે. ભારતમાં તેની કિંમત 1299 રૂપિયા રાખવામાં આવી છે. આ Ambrane પાવર બેન્કને એમેઝોનથી ખરીદી શકાય છે. સાથે ગ્રાહક તેને કંપનીની સાઇટ પરથી પણ ખરીદી શકે છે. તેને મિલિટ્રી ગ્રીન અને ઓરેન્જ કલર ઓપ્સનમાં ઉતારવામાં આવી છે. આ પાવર બેન્કની ખરીદી કરી તમે ફ્રીમાં કાશ્મીરની યાત્રા કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ambrane Force 10K પાવર બેન્કમાં કંપની દ્વારા 180 દિવસની વોરંટી આપવામાં આવી રહી છે. આ ડિવાઇજમાં 10000mAh ની બેટરી આપવામાં આવી છે અને તેને BoostedSpeed ટેક્નોલોજીની સાથે ઉતારવામાં આવી છે.  પાવર બેન્કમાં દમદાર ડિઝાઇન આપવામાં આવી છે અને તે VOOC, WARP અને DASH ચાર્જિંગ ટેક્નોલોજીની સાથે કમ્પેટિબલ છે.


આ પણ વાંચોઃ 15 રૂપિયાની શરૂ થાય છે Jio ના ખાસ પ્લાન, મળશે 50GB સુધી 5G ડેટા


કરો કાશ્મીરની ફ્રી યાત્રા
આ નવી પાવર બેન્ક ડુઅલ-આઉટપુટ ફંક્શનથી ઇક્વિપ્ડ છે. તેનાથી USB-A પોર્ટ દ્વારા 22.5W નું મેક્સિમમ આઉટપુટ મળશે. તો Type-C પોર્ટ દ્વારા 20W નો આઉટપુટ મળશે. આ સાથે તેમાં 20W સુધી ઇનપુટની સાથે રેપિટ ચાર્જિંગનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે.


કંપની Ambrane Force 10K ની ખરીદી પર એક એક્સાઇટિંગ ઓફર પણ આપી રહી છે. જો તમે આ પાવર બેન્કને Ambrane ની વેબસાઇટથી ખરીદો છો તો તમારી પાસે બે લોકો માટે 5 રાત અને 6 દિવસની કાશ્મીર યાત્રાની ટિકિટ જીતવાની તક છે. એન્ટ્રી 31 ડિસેમ્બર, 2023 સુધી ખુલી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube