15 રૂપિયાની શરૂ થાય છે Jio ના ખાસ પ્લાન, મળશે 50GB સુધી 5G ડેટા

Jio Plan: જિયોની પાસે ગ્રાહકો માટે સાત ડેટા એડ-ઓન પ્લાન છે, જે 15 રૂપિયાથી શરૂ થાય છે. આ પ્લાન્સ છે જે ડેટા ખતમ થયા બાદ કામ આવે છે અને ડેટાની ચિંતાને ખતમ કરે છે. 
 

15 રૂપિયાની શરૂ થાય છે Jio ના ખાસ પ્લાન, મળશે 50GB સુધી 5G ડેટા

Reliance Jio Plans: રિલાયન્સ જિયોની પાસે ગ્રાહકો માટે સાત ડેટા એડ-ઓન પ્લાન છે, જે 15 રૂપિયાથી શરૂ થાય છે. આ તે પ્લાન્સ છે જે ડેટા ખતમ થવા સમયે યૂઝર્સને કામ આવે છે. જો આપણા સ્માર્ટફોનમાં ઈન્ટરનેટ ખતમ થઈ જાય તો ઘણા જરૂરી કામ અટવાય જાય છે. આ કડીમાં આજે અમે તમને જિયોના શાનદાર રિચાર્જ પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ. 

પરંતુ ધ્યાન રાખો કે જિયોના આ પ્લાન્સથી માત્ર તે લોકો પોતાના ફોનમાં રિચાર્જ કરાવી શકશે, જેના ફોનમાં પહેલાથી વેલિડિટી પ્લાન એક્ટિવ છે. પ્લાનની રેન્જ 15 રૂપિયાથી લઈને 222 રૂપિયા સુધીની છે. આ બધા પ્લાન્સની વેલિડિટી ગ્રાહકના વર્તમાન એક્ટિવ પ્લાન જેટલી છે. આ પ્લાનની કિંમત 15 રૂપિયા, 19 રૂપિયા, 29 રૂપિયા, 61 રૂપિયા, 121 રૂપિયા અને 222 રૂપિયા છે. આવો આ પ્લાનના ફાયદા વિશે જણાવીએ.

જિયોના ડેટા એડ-ઓન વાઉચરના ફાયદા
બેસ પ્લાન 15 રૂપિયાનો આવે છે જેમાં 1જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. જણાવેલા પ્લાનની વેલિડિટી વર્તમાન એક્ટિવ પ્લાન સમાન છે. 15 રૂપિયાના પ્લાન સાથે કોઈ અન્ય લાભ મળશે નહીં. માત્ર તમને ડેટા મળશે. 

ત્યારબાદ 19 રૂપિયાનો પ્લાન છે. આ પ્લાનમાં યૂઝર્સને 1.5 જીબી ડેટા મળે છે અને તેની વેલિડિટી યૂઝર્સના વર્તમાન પ્લાન જેટલી રહે છે. ધ્યાનમાં રહે કે એક્ટિવ પ્લાનની વેલિડિટી ખતમ થવા પર, આ ડેટા વાઉચર પણ ખતમ થઈ જશે. 

25 રૂપિયા અને 29 રૂપિયાના પ્લાનમાં 2જીબી અને 2.5 જીબી ડેટા મળે છે. જો તમે વધુ ડેટા ઈચ્છો છો તો 61 રૂપિયા, 121 રૂપિયા અને 222 રૂપિયાના પ્લાનની પસંદગી કરી શકો છો. જિયોના 61 રૂપિયાના પ્લાનમાં તમને 6જીબી ડેટા મળશે. 121 રૂપિયા અને 222 રૂપિયાના પ્લાનમાં તમને 12જીબી અને 50 જીબી ડેટા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news