નવી દિલ્હીઃ ટેલિકોમ કંપનીઓ એરટેલ (Airtel), જિયો (Jio) અને વોડાફોન-આઇડિયા (Vi) ને અદાણી ડેટા નેટવર્ક (Adani Data Network) તરફથી જોરદાર ટક્કર મળવાની આશા છે. જ્યાં અત્યાર સુધી અદાણી નેટવર્કના ખાનગી ટેલિકોમ સેક્ટરમાં ન ઉતરવાના સમાચાર હતા. પરંતુ હવે અદાણી ડેટા નેટવર્કને ટેલિકોમ સર્વિસનું લાયસન્સ ઓફર કરી દેવામાં આવ્યું છે. આ પ્રકારનું લાયસન્સ જિયો, એરટેલ, વોડાફોન-આઈડિયા અને બીએસએનએલને હાસિલ છે. આ લાયસન્સ બાદ અદાણી ડેટા નેટવર્ક ભારતમાં 5G નેટવર્ક ઉપલબ્ધ કરાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શહેરો માટે અદાણીને મળ્યું 5જી ટેલિકોમ સર્વિસ લાયસન્સ
અદાણીને દેશના કુલ છ શહેરોમાં 5G ટેલિકોમ સર્વિસનું લાયસન્સ આપવામાં આવ્યું છે. આ શહેરોમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, રાજસ્થાન, તમિલનાડુ અને મુંબઈ સામેલ છે. જો રાજસ્થાનને છોડી દો તો અદાણીને જે છ શહેરોમાં 5જી ટેલિકોમ સર્વિસનું લાયસન્સ મળ્યું છે, તેમાં એવા રાજ્ય સામેલ છે, જે વેપારની દ્રષ્ટિએ મહત્વના છે. અદાણીને હજુ સુધી રાજધાની દિલ્હીમાં 5જી ટેલિકોમ સર્વિસનું લાયસન્સ આપવામાં આવ્યું નથી. 


આ પણ વાંચોઃ 5G Software Update: એપ્પલ, સેમસંગ, વનપ્લસ-કઇ બ્રાંડમાં ક્યારે મળશે 5G


કેટલી હશે સ્પીડ
અદાણી ડેટા નેટવર્કની ટોપ સ્પીડ કેટલી હશે. હાલ તેની કોઈ જાણકારી હાજર નથી. પરંતુ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અદાણીને દેશના મોટા શહેરોમાં ટેલિકોમ સર્વિસનું લાયસન્સ આપવામાં આવ્યું છે, જ્યાં પહેલાથી દિગ્ગજ ટેલિકોમ સર્વિસ જેમ કે એરટેલ, જિયો, વોડાફોન-આઈડિયા હાજર છે. સાથે ઘણી બ્રોડબેન્ડ કંપનીઓ એક્ટિવ છે. તેવામાં અદાણીની સામે 1Gbps થી વધુ ઇન્ટરનેટ સ્પીડ આપવાનો પડકાર હશે. આ પહેલા જિયો અને એરટેલ તરફથી 5G નેટવર્ક પર 1Gbps સુધીની સ્પીડ ટેસ્ટ કરવામાં આવી હતી. પરંતુ જ્યારે હકીકતમાં સ્પીડ ટેસ્ટ કરવામાં આવી તો સ્પીડમાં ખુબ અંતર જોવા મળ્યું હતું. પરંતુ આ બંને કંપનીઓ સ્પીડમાં સુધારાનો દાવો કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube