Mobile Phone Bills: ચૂંટણી બાદ કરોડો યૂઝર્સના વધી જશે બિલ, મોંઘા મોબાઇલના ડબલાં મૂકવા પડશે માળિયે
Phone Bill Increase: બ્રોકરેજ એક્સિસ કેપિટલના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે વધતી જતી સ્પર્ધા અને ભારે 5G રોકાણ બાદ કંપનીઓ ફાયદામાં સુધારાની આશા કરી રહી છે.
Mobile Phone Bills: મોબાઇલ ફોન યૂઝર્સને લોકસભા ચૂંટણી બાદ મોટો ઝટકો લાગી શકે છે. દેશમાં સાત તબક્કા દરમિયાન લોકસભા ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. 1 જૂનના અંતિમ તબક્કાનું મતદાન થયા બાદ 4 જૂને મતગણતરી થશે. ઇકોનોમિક્સ ટાઇમ્સમાં પ્રકાશિત સમાચાર અનુસાર ચૂંટણી બાદ મોબાઇલ ફોન યૂઝર્સના બિલમાં લગભગ 25% નો વધારો થશે. ઇટીમાં પ્રકાશિત સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે ટેલીકોમ કંપનીઓ તાજેતરના વર્ષોમાં ટેરિફ વધારાના ચોથા રાઉન્ડની તૈયારી કરી રહી છે. કંપનીઓના આ પગલાં બાદ ટેલીકોમ કંપનીઓ રેવેન્યુમાં વધારો થશે.
EPFO: 6 કરોડ PF Holders ને બલ્લે-બલ્લે, આ સુવિધા અંતગર્ત 50000 નહી 1 લાખ મળશે
રાતના સમયે બોડીમાં જોવા મળે છે બેડ કોલેસ્ટ્રોલના 5 લક્ષણો, નજર અંદાજ કર્યા તો મર્યા
શહેર અને ગામડાંના લોકો માટે સામાન્ય વધારો
બ્રોકરેજ એક્સિસ કેપિટલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વધતી જતી સ્પર્ધા અને ભારે 5G રોકાણ બાદ કંપનીઓ ફાયદામાં સુધારાની આશા કરી રહી છે. સરકારી સપોર્ટના કારણે આગામી સમયમાં ટેલિકોમ ઓપરેટર તરફથી 25% વધારાની આશા વ્યક્ત કરવામાં આવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભલે કિંમતમાં વધારો વધુ લાગી રહ્યો હોય, પરંતુ આ શહેર અને ગામડાં બ6નેમાં રહેનારા લોકો માટે સામાન્ય છે. જોકે લોકો ઇન્ટરનેટ ડેટા યૂઝ કરી રહ્યા છે અને ખર્ચ ઘટવાની આશા છે.
સફેદ ધોતી પહેરી અમદાવાદના આ મંદિરે પહોંચ્યા ગિલ, કેવી રીતે પ્લેઓફમાં જઇ શકે છે GT?
સંજીવની બુટ્ટીથી કમ નથી આ છોડ, પેટથી માંડીને માથા સુધીની બિમારીઓ માટે છે રામબાણ
કંપનીનો ARPU 16% સુધી વધી જશે
શહેરોમાં રહેનાર લોકો પોતાના કુલ ખર્ચનો 3.2 ટકા ટેલીકોમ પર કરે છે. આ વધીને 3.6 ટકા થઇ જશે. તો બીજી તરફ ગામડામાં રહેનાર ટેલીકોમ પર ખર્ચ 5.2 ટકાથી વધીને 5.9% થઇ જશે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે આ ટેલીકોમ કંપનીઓના બેસિક પ્લાનની કિંમતમાં 25% ટકા સુધી વધારો કરી શકે તો તેમની સરેરાશ પ્રતિ યૂઝર રાજસ્વ (ARPU) 16% વધી જશે. તેનો અર્થ એ થયો કે એરટેલની કમાણી દર યૂઝરે 29 રૂપિયા અને જિયોની કમાણી દર યૂઝરે 26 રૂપિયા વધી જશે.
Satta Bazar: ચોથા તબક્કાના મતદાન બાદ સટ્ટા બજારના ભાવ ઉપર-નીચે, કોને મળશે કેટલી સીટો
'અબકી બાર 400 પાર' નારો આપનાર ભાજપ માટે ખતરાની ઘંટી, 'અબકી બાર કિસકી સરકાર'?
પ્રતિ યૂઝર 100 રૂપિયા સુધી વધવાની આશા
જિયો તરફથી માર્ચ 2024 સુધી પુરી થયેલા ત્રિમાસિકમાં પ્રતિ ગ્રાહક સરેરાશ કમાણી (ARPU) 181.7 રૂપિયા બતાવવામાં આવે છે. ઓક્ટોબર-ડિસેમ્બર 2023 વાળી ત્રિમાસિક માટે ભારતી એરટેલની ARPU 208 રૂપિયા અને વોડાફોન આઇડિયા (Vi) ના 145 રૂપિયા હતા. પીયૂષ વૈશ, TMT ઇન્ડસ્ટ્રી લીડર, ડેલોઇટ, સાઉથ એશિયા, કહે છે કે ટેલિકોમ કંપનીઓ 5Gમાં થતા ખર્ચની ભરપાઈ કરવા માટે ફોન રિચાર્જ પેકની કિંમતમાં ફેરફાર કરશે. તેમના મતે, પ્લાનની કિંમતમાં 10-15%નો વધારો કંપનીઓના ARPUમાં લગભગ 100 રૂપિયાનો વધારો કરી શકે છે.
AK કારાવાસમાંથી બહાર, દિલ્હીમાં BJPને કેટલી સીટો આપી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર?
Phalodi Satta Bazar નું સૌથી મોટું અનુમાન, BJP કયા રાજ્યમાં કેટલી સીટો જીતી રહી છે?
ભારતીય એરટેલ અને જિયોને સૌથી વધુ ફાયદો થશે
વેશએ એ પણ કહેવામાં આવ્યું છે કે ગ્રાહકો ટેલીકોમ કંપનીઓને છોડીને જશે નહી. જાણકારોનું માનવું છે કે મોબાઇલ રિચાર્જ પેકની કિંમતમાં વધારાનો સૌથી મોટો ફાયદો ભારતી એરટેલ અને જિયોને થશે. કોટક ઇંસ્ટીટ્યૂશનલ ઇક્વિટીઝના રિપોર્ટના અનુસાર ગત ત્રણ ટેરિફ વધારા બાદ દરમાં 14-102% સુધીનો વધારો થયો હતો. બંને ટેલીકોમ કંપનીઓએ સપ્ટેમ્બર 2019 અને સપ્ટેમ્બર 2023 વચ્ચે પોતાના ARPU માં ક્રમશ: 58% અને 33% નો વધારો કર્યો છે.
નીચેના બદલે ઉપર જવા લાગી લિફ્ટ, 25મા માળની છત તોડીને થઇ બંધ, જાણો કેમ થયું આવું
Ruchak Rajyog: મેષ રાશિમાં મંગળ ગોચરથી બનશે રૂચક રાજયોગ, 4 રાશિવાળાને બલ્લે-બલ્લે