નવી દિલ્હીઃ ટેલિકોમ કંપનીઓ યૂઝરોને લલચાવવા માટે નવા-નવા પ્લાન લાવતી રહે છે. આ કડીમાં Airtelએ પોતાના પ્રીપેડ પ્લાન્સના પોર્ટફોલિયોને વધારતા 448 રૂપિયા અને 599 રૂપિયાના પ્લાન રજૂ કર્યાં છે. પ્લાનમાં દરરોજ 3GB ડેટા અને ફ્રી કોલિંગની સાથે અન્ય ઘણા એડિશનલ બેનિફિટ્સ આપવામાં આવી રહ્યાં છે. તો આવો જાણીએ કંપની પોતાના આ નવા પ્લાનમાં યૂઝરોને શું ખાસ ઓફર આપી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

448 રૂપિયા વાળા પ્લાનમાં મળશે આ ફાયદો
28 દિવસની વેલિડિટીની સાથે આવનાર આ પ્લાનમાં કંપની દરરોજ 3જીબી ડેટા ઓફર કરી રહી છે. દરરોજ 10 ફ્રી એસએમેસ આપતા આ પ્લાનમાં દેશભરમાં કોઈપણ નેટવર્ક માટે ટ્રૂ અનલિમિટેડ કોલિંગ મળે છે. ટેલિકોમ ટોકના એક રિપોર્ટ અનુસાર આ પ્લાનની સૌથી ખાસ વાત છે કે તેમાં યૂઝરને Disney+ Hotstar VIPનું ફ્રી સબ્સક્રિપ્શન મળી જાય છે. 


599 રૂપિયા વાળા પ્લાનમાં મળનારા ફાયદા
એરટેલનો આ પ્લાન પણ ડિઝ્ની+ હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શનની સાથે આવે છે. પ્લાનમાં મળનારા અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં દરરોજ 2જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. પ્લાનના સબ્સક્રાઇબર્સ દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકશે. 56 દિવસની વેલિડિટી વાળા આ પ્લાનમાં તમને દરરોજ 100 એસએમએસ મળે છે. 


જલદી ભારતમાં આવશે સેમસંગ ગેલેક્સી Tab S7, મળશે 8000mAhની બેટરી


રિલાયન્સ જીયોના પ્લાનમાં ડિઝ્ની+ હોટસ્ટાર ફ્રી
રિલાયન્સ જીયોએ પોતાના 401 રૂપિયા વાળા પ્લાનમાં ડિઝ્ની+હોટસ્ટાર વીઆઈપીનું ફ્રી સબ્સક્રિપ્શન આપી રહ્યું છે. જીયોનો આ પ્લાન 28 દિવસની વેલિડિટી અને દરરોજ 100 ફ્રી એસએમએસની સાથે આવે છે. દરરોજ 3જીબી ડેટા ઓફર કરતા આ પ્લાનમાં જીયો-ટૂ-જીયો અનલિમિટેડ ફ્રી કોલિંગ મળે છે. બીજા નેટવર્ક પર કોલ કરવા માટે આ પ્લાનમાં 1,000 FUP મિનિટ્સ આપવામાં આવી રહી છે. કંપની આ પ્લાનને હવે ખાસ ઓફર તરીકે આપી રહી છે. ઓફસરમાં આ પ્લાનથી રિચાર્જ કરાવવા પર 6 જીબી એક્સ્ટ્રા ડેટા મળશે. પ્લાનમાં જીયો એપ્સનું પણ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube