જલદી ભારતમાં આવશે સેમસંગ ગેલેક્સી Tab S7, મળશે 8000mAhની બેટરી


સેમસંગે 5 ઓગસ્ટે પોતાનો ગેલેક્સી ટેબ S7 લોન્ચ કર્યો હતો, જે હવે ભારતમાં આવવાનો છે. આ ટેબમાં 8000mAh બેટરી, 11 ઇંચની ડિસ્પ્લે અને ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. 
 

જલદી ભારતમાં આવશે સેમસંગ ગેલેક્સી Tab S7, મળશે 8000mAhની બેટરી

નવી દિલ્હીઃ સાઉથ કોરિયન બ્રાન્ડ સેમસંગ જલદી નવો સેમસંગ ગેલેક્સી ટેબ S7 (Samsung Galaxy Tab S7) ભારતમાં લાવવાની છે. આ વાતનો ખુલાસો એમેઝોન ઇન્ડિયાના પ્રમોશનલ પેજની સાથે થઈ ગયો છે. આ ટેબને 5 ઓગસ્ટે થયેલા ગેલેક્સી અપનપેક્ડ ઇવેન્ટમાં કંનપીએ Galaxy Tab S7+ની સાથે લોન્ચ કર્યું હતું, પરંતુ ભારતમાં તેની એન્ટ્રી બાકી હતી. એમેઝોન પેજ પર ભારતમાં રિલીઝ ડેટ વિશે જણાવવામાં આવ્યું નથી, પરંતુ તેમાં Notify Meનો વિકલ્પ જરૂર આપવામાં આવ્યો છે. અહીં તમને તેની ખાસિયતો વિશે જણાવીએ.

Samsung Galaxy Tab S7ની કિંમત
મહત્વનું છે કે લોન્ચિંગના સમયે તેની 6GB રેમ + 128GB સ્ટોરેજ મોડલની કિંમત 699 યૂરો (આશરે 62,200 રૂપિયા) અને 8GB રેમ + 256GB સ્ટોરેજ મોડલની કિંમત 779 યૂરો (આશરે 69,300 રૂપિયા) રાખવામાં આવી હતી. તો તેના 4જી મોડલની કિંમત ક્રમશઃ 799 યૂરો (આશરે 71,000 રૂપિયા) અને 87+ યૂરો (આશરે 78,200 રૂપિયા) રાખવામાં આવી હતી. તે ત્રણ કલર વિકલ્પ- મિસ્ટિક બ્લેક, મિસ્ટિગ બ્રોન્ઝ અને મિસ્ટિક સિલ્વરમાં આવે છે. 

Airtelની નવી ઓફર, હવે દેશભરમાં મેળવો 129 અને 199 રૂપિયા વાળા પ્લાનની મજા  

ગેલેક્સી ટેબ S7ના સ્પેસિફિકેશન
એન્ડ્રોઇડ 10 પર કામ કરનાર ગેલેક્સી ટેબ S7મા 11 ઇંચની WQXGA LTPS ટીએફટી ડિસ્પ્લે આવે છે, જે 120Hz રિફ્રેશ રેટ અને 2560x1600 પિક્સલ રેજોલૂશનની સાથે આવે છે. ટેબલેટમાં ક્વાલકોમ સ્નૈપડ્રેગન 865+ પ્રોસેસર, 8 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધીનું સ્ટોરેજ મળે છે. 

ફોટોગ્રાફી માટે તેમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ મળે છે, જેમાં 13 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલના સેન્સર છે. સેલ્ફી માટે તેમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ ફેસિંગ કેમેરો આપવામાં આવ્યો છે. તેમાં 8000mAhની બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે તેમાં 4G (ઓપ્શનલ), વાઈફાઈ 6, બ્લૂટૂથ  v5.0, જીપીએસ/A-જીપીએસ અને યૂએસબી ટાઈપ-સી પોર્ટ આપવામાં આવ્યો છે. આ વાયરલેસ DeX સપોર્ટની સાથે આવે છે, જે આ ટેબને મિની-ડેસ્કટોપમાં બદલી નાખે છે. આ એયર જેસ્ચર સપોર્ટ અને S Pen પણ મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news