શું તમે એરટેલના ગ્રાહક છો? તો તમે દર મહિને રિચાર્જ પર 300 રૂપિયા બચાવી શકો છો, જાણો કઈ રીતે
જો તમે એરટેલના ગ્રાહક માટે મોટા સમાચાર સામે આવ્યા છે. તમે એરટેલ થેંક્સ એપ થકી એરટેલ મોબાઈલ/ડીટીએચ રિચાર્જ, એરટેલ બ્લેક અને એરટેલ એક્સસ્ટ્રીમ ફાઈબર પેમેન્ટ પર દર મહિને 300 રૂપિયા બચાવી શકો છો. જો કે, દર મહિને રૂ. 300 કેશબેક મેળવવા માટે તમારી પાસે એરટેલ એક્સિસ બેંકનું ક્રેડિટ કાર્ડ હોવું જરૂરી છે. ગયા વર્ષે ભારતી એરટેલ અને એક્સિસ બેંકે આ ક્રેડિટ કાર્ડ રજૂ કર્યું હતું.
એરટેલ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ એક કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ છે. આ કાર્ડનો ઉપયોગ તમામ મર્ચન્ટ આઉટલેટ્સ અથવા ઓનલાઈન પ્લેટફોર્મ પર થઈ શકે છે એરટેલ થેંક્સ એપ પર આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ગ્રાહકોને વધુ ફાયદો થશે. આ સિવાય આ ક્રેડિટ કાર્ડ સ્વિગી અને ઝોમેટોથી ફૂડ ઓર્ડર કરવા માટે પણ એક શાનદાર કાર્ડ સાબિત થઈ શકે છે.
Online Hacking: ધડાધડ વેચાઇ રહ્યું છે આ હેકિંગ ડિવાઇસ, કામ જાણીને ઉડી જશે હોશ
એકવાર રિચાર્જ કર્યા પછી 11 મહિના ટેન્શન ફ્રી, Jioનો આ પ્લાન સાંભળીને કરાવો દોડશો!
સાવચેત રહો... Google પર ભૂલથી પણ ન કરો આ વસ્તુઓ સર્ચ, બેન્ક અકાઉન્ટ થઈ જશે ખાલી
કાર્ડની ખાસિયત
એરટેલ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ થયાના 30 દિવસની અંદર કાર્ડ એક્ટિવેશન પર ગ્રાહકોને 500 રૂપિયાનું એમેઝોન વાઉચર આપવામાં આવશે.
એરટેલ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ થકી એરટેલ થેંક્સ એપ પર એરટેલ મોબાઇલ/ડીટીએચ રિચાર્જ, બ્રોડબેન્ડ અને વાઇ-ફાઇ પેમેન્ટ પર 25% કેશબેક ઉપલબ્ધ થશે. (એક મહિનામાં મહત્તમ રૂ.300નું કેશબેક)
ગ્રાહકોને Airtel Axis Bank ક્રેડિટ કાર્ડ દ્વારા Airtel Thanks એપ થકી વીજળી, ગેસ અથવા પાણીના બિલની ચુકવણી પર 10% કેશબેક મળશે. (એક મહિનામાં મહત્તમ રૂ.300નું કેશબેક)
Airtel Axis Bank ક્રેડિટ કાર્ડ થકી Swiggy, Zomato અને Bigbasket પર ખર્ચ કરવાના કિસ્સામાં ગ્રાહકોને 10 ટકા કેશબેક મળી શકે છે.
ક્રેડિટ કાર્ડ ધારકોને અન્ય તમામ ખર્ચ પર 1% કેશબેક મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube