Jio અને Vi ને માત આપવા Airtel એ લોન્ચ કર્યો ધમાકેદાર પ્લાન, મળશે 115 જીબી ડેટા અને લાંબી વેલિડિટી
ટેલીકોમ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે દરરોજ નવા-નવા પ્લાન લોન્ચ કરી રહી છે. હાલમાં તમામ કંપનીઓએ પોતાના ટેરિફમાં વધારો કર્યો હતો. હવે એરટેલે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે.
નવી દિલ્હીઃ ભારતની બીજી સૌથી મોટી ટેલીકોમ કંપની એરટેલે (Airtel) ટેરિફમાં વધારો કર્યા બાદ હવે ચુપચાપ 666 રૂપિયાવાળો પ્લાન લોન્ચ કરી દીધો છે. મહત્વનું છે કે એરટેલે સૌથી પહેલા ટેરિફ વધારાની જાહેરાત કરી હતી. ત્યારબાદ વોડાફોન-આઈડિયા અને રિલાયન્સ જીયોએ પણ ટેરિફમાં વધારો કર્યો હતો. એરટેલે 666 રૂપિયાવાળો પ્લાન તેવા યૂઝર્સ માટે તૈયાર કર્યો છે જે 600થી 700 રૂપિયાની રેન્જમાં તમામ સુવિધાઓ ઈચ્છે છે. આવો તમને એરટેલના 666 રૂપિયાવાળા પ્લાનની વિગતવાર માહિતી આપીએ.
Airtel ના 666 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનના ફાયદા
ટેલિકોમ ટોકના રિપોર્ટ પ્રમાણે એરટેલે 77 દિવસની વેલિડિટી સાથે પોતાનો 666 રૂપિયાનો પ્રીપેડ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનની સાથે યૂઝર્સને એરટેલ થેંક્સ બેનિફિટ્સની સાથે 1.5GB ડેલી ડેટા (કુલ 115 જીબી), અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ મળે છે. એરટેલ થેંક્સ બેનિફિટ્સમાં એક મહિના માટે એમેઝોન પ્રાઇમ વીડિયો મોબાઇલ વર્ઝનનું ફ્રી સબ્સક્રિપ્શન, ત્રણ મહિના માટે એપોલો 24|7 સર્કલ, શો એકેડમી, ફાસ્ટેગ પર 100 રૂપિયાનું કેશબેક, ફ્રી હેલોટ્યૂન્સ અને વિંક મ્યૂઝિક સામેલ છે.
આ પણ વાંચોઃ 84 દિવસની વેલિડિટીવાળા સૌથી સસ્તા પ્લાન, ડેટાની સાથે મળશે ફ્રી કોલિંગ
FUP ડેટા પૂરો થયા બાદ યૂઝર્સની ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 64 Kbps રહી જશે. 666 રૂપિયાનો પ્લાન તે યૂઝર્સ માટે સારો છે જે લાંબી વેલિડિટીનો પ્લાન શોધી રહ્યાં છે. માત્ર એક વસ્તુ છે જે જીયો કરતા ખરાબ હોય શકે છે, જે છે વેલિડિટી. જિયોના 666 રૂપિયાના પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળે છે. તો Vodafone Idea (Vi) ના 666 રૂપિયાના પ્લાનમાં પણ યૂઝર્સને 77 દિવસની વેલિડિટી મળે છે.
પરંતુ વીઆઈ યૂઝર્સને બિંઝ ઓલ નાઇટ, વીકેન્ડ ડેટા રોલ-ઓવર અને ડેટા ડિલાઇટ ઓફર પણ મળે છે. તમામ ટેલીકોમ ઓપરેટર પોતાના 666 રૂપિયાના પ્રીપેડ પ્લાનની સાથે દરરોજ 1.5જીબી ડેટા મળે છે. તમામ પ્લાનમાં અંતર માત્ર વેલિડિટીનું છે. મહત્વનું છે કે એરટેલના 719 રૂપિયાના પ્લાનમાં 1.5 જીબી ડેટાની સાથે 84 દિવસની વેલિડિટી મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube