84 દિવસની વેલિડિટીવાળા સૌથી સસ્તા પ્લાન, ડેટાની સાથે મળશે ફ્રી કોલિંગ
84 દિવસની વેલિડિટીવાળા આ સૌથી સસ્તા પ્લાનની ખાસિયત છે કે તેમાં તમને ડેટા અને ફ્રી કોલિંગની સાથે ઘણા એડિશનલ બેનિફિટ પણ આપવામાં આવે છે.
Trending Photos
નવી દિલ્હીઃ લાંબી વેલિડિટીવાળા પ્રીપેડ પ્લાન યૂઝર્સને ખુબ પસંદ આવી રહ્યાં છે. ટેલિકોમ કંપનીઓ પણ યૂઝર્સને આકર્ષવા માટે લાંબી વેલિડિટીવાળા ઘણા આકર્ષક પ્લાન ઓફર કરી રહી છે. લાંબી વેલિડિટીવાળા પ્લાન્સ સામાન્ય રીતે થોડા મોંઘા હોય છે. તેથી અમે અહીં તમને 500 રૂપિયાથી ઓછી કિંમતના જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયાના કેટલાક બેસ્ટ પ્લાન્સ વિશે જણાવી રહ્યાં છીએ. 84 દિવસની વેલિડિટીવાળા આ સૌથી સસ્તા પ્લાનની ખાસિયત છે કે તેમાં તમને ડેટા અને ફ્રી કોલિંગની સાથે ઘણા એડિશનલ બેનિફિટ પણ આપવામાં આવે છે.
રિલાયન્સ જીયોનો 395 રૂપિયાનો પ્લાન
જિયોનો આ પ્લાન અફોર્ડેબલ પ્લાન્સની કેટેગરીમાં આવે છે. તમે તેને કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલા (value) પ્લાનના સેક્શનમાં જોઈ શકો છો. જિયોનો આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. પ્લાનમાં કંપની ઇન્ટરનેટ યૂઝ કરવા માટે 6 જીબી ડેટા આપી રહી છે. અનલિમિટેડ કોલિંગની સાથે પ્લાનમાં તમને 1000 ફ્રી એસએમએસનો પણ ફાયદો થશે. આ પ્લાનના સબ્સક્રાઇબર્સને જિયો એપ્સનું ફ્રી એક્સેસ પણ મળે છે.
એરટેલનો 455 રૂપિયાનો પ્લાન
એરટેલનો આ ટ્રૂલી અનલિમિટેડ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. પ્લાનમાં કંપની દેશભરમાં તમામ નેટવર્ક માટે અનલિમિટેડ કોલિંગ ઓફર કરી રહી છે. ઇન્ટરનેટ યૂઝ કરવા માટે આ પ્લાનમાં તમને ટોટલ 6જીબી ડેટા મળશે. 900 ફ્રી એસએમેસની સાથે આવનાર આ પ્લાનમાં મળનાર એડિશનલ બેનિફિટ્સમાં 30 દિવસ એમેઝોન પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશનની ફ્રી ટ્રાયલ સામેલ છે.
વોડાફોન-આઈડિયાનો 459 રૂપિયાનો પ્લાન
વોડાફોન-આઈડિયાનો આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. પ્લાનમાં કંપની વેલિડિટી પીરિયડ માટે 6 જીબી ડેટા આપી રહી છે. 1000 ફ્રી એસએમએસવાળા આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ મળે છે. પ્લાનમાં મળનાર એડિશનલ બેનિફિટમાં Vi movies & TV એપનું ફ્રી સબ્સક્રિપ્શન પણ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે